Gujarat News/ IT વિભાગનું રાજ્યના 10 શહેરોમાં સર્ચ ઓપરેશન, 38 સ્થળો પર રેડ

સર્ચ ઓપરેશન મા ટેક્સમાં ચોરી કરી હોવાની શંકા જણાતા IT વિભાગે આ રેડ પાડી હતી

Top Stories Gujarat
સર્ચ ઓપરેશન

Gujarat News : IT વિભાગ દ્વારા રાજ્યના 10 શહેરોમાં મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈન્ક્મટેક્સ વિભાગે રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થલો પર દરોડા પાડ્યા હતા. જેમાં ટેક્સમાં ચોરી કરી હોવાની શંકા જણાતા IT વિભાગે આ રેડ પાડી હતી. અધિકારીઓએ રેડ દરમિયાન દસ્તાવેજો, લેવડદેવડ અને પુરાવા અંગે તપાસ હાથ ધરી છે.

રાજ્યના  10 શહેરોના 38 સ્થળો પર સર્ચ ઓપરેશન

દેશમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચઓપરેશન દરમિયાન કુલ 52 હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી છે. તે સિવાય ગુજરાતમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં 10 શહેરોના 28 સ્થળો પર તપાસ ચાલી રહી છે. મુંબઈની આવકવેરા વિભાગની ટીમ મારફતે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આવકવિભાગે ભુજ સહિત ગુજરાતના 10 શહેરોને સર્ચઓપરેશનમાં આવરી લીધા છે. જેમાં રામી રામી ગ્રુપ ઓફ હોટેલ્સના 38 સ્થળોનો સમાવેશ થાય છે. આ સર્ચ ઓપરેશનમાં મોટી ટેક્સ ચોરી પકડાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રામી ગ્રુપની સુરત, મુંબઈ અને અખાતી દેશોમાં 52 રેસ્ટોરન્ટ અને હોટેલ્સ છે. ફોર અને ફાઈવ સ્ટાર હોટેલ્સ તથા રેસ્ટોરન્ટનું આ ગ્રુપ સંચાલન કરે છે. જોકે હજીસુધી આવકવેરા વિભાગનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. IT વિભાગ તપાસને અંતે ટેક્સ ચોરી સંદર્ભની વિગતો જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરમાં IT વિભાગના દરોડા,એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ કંપની પર પણ રેડ

આ પણ વાંચો: ITનો સૌથી મોટો દરોડો, વિધા સનલાઈટ ગૃપ પર બોલાવી તવાઈ, 700 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો: દેવ સોલ્ટ ગ્રુપ ના જામનગર સહિત એક ડઝન થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગ નું સર્ચ ઓપરેશન