Kutch News/ કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત

કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત થયું છે.  કચ્છ જિલ્લાના અમરાપર ગામે તળાવમાં ડૂબતા બાળકનું મોત થયું છે. તળાવમાં નહાતા બાળકનો પગ લપસતા આ દુર્ઘટના બની હતી.

Top Stories Gujarat Others Breaking News

Kutch News:  કચ્છમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત થયું છે.  કચ્છ જિલ્લાના અમરાપર ગામે તળાવમાં ડૂબતા બાળકનું મોત થયું છે. તળાવમાં નહાતા બાળકનો પગ લપસતા આ દુર્ઘટના બની હતી. તળાવમાં ચાર બાળકો ન્હાઈ રહ્યા હતા. ભચાઉ ફાયર ટીમ દ્વારા જુદી-જુદી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ બતાવે છે કે જ્યારે પણ બાળકો પાણીમાં જાય ત્યારે તેની સાથે કોઈ મોટી વ્યક્તિ ન હોય તો શુ અંજામ આવે છે. જો તળાવમાં ન્હાવા ગયેલા બાળકો સાથે કોઈ મોટી વ્યક્તિ હોત તો કદાચ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જ ન હોત. બાળક આજે જીવતું હોત. જરાસરખી બેદરકારી બાળકના મોતનુ કારણ બની ગઈ છે.

બાળકનું મોત થવાથી આખા ગામમાં શોકનું વાતાવરણ અને ગમગીની ફેલાઈ ગઈ છે. ગામના કેટલાક વિસ્તારોમાં તો દુકાનો પણ બંધ રહી હતી. બાળક જ્યાં રહેતો હતો ત્યાં આખા ફળિયામાં લોકો ઉદાસ હતા. માની આંખમાં આંસુ સૂકાતા ન હતા, પિતા આઘાતના માર્યા સ્તબ્ધ થઈ ગયા હતા. હજી તો હમણા હસતો રમતો પુત્ર આટલા સમયમાં ન હતો થઈ જશે તે વાત માનવા તે તૈયાર ન હતા. તેના કુટુંબના સભ્યો અને તેની સાથે ન્હાવા ગયેલા બાળકો પણ આઘાતના માર્યા સ્તબ્ધ થઈ ગયા હતા.


આ પણ વાંચો: બળદગાડું તણાતા દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબ્યા

આ પણ વાંચો: જામનગરના લાખોટા તળાવમાં ડૂબી જતાં બે બાળકોનાં મોત

આ પણ વાંચો: જસદણ નજીક આલણ સાગર તળાવમાં દુર્ઘટના, 4 બાળકો ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ