Mahisagar News/ બાલાસિનોર ST ડેપોમાંથી બસ ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

મહિસાગરના બાલાસિનોર ST ડેપોમાંથી પાર્ક કરાયેલી બસ ચોરી (ST Bus Theft) થઈ ગઈ હતી. બાદમાં કઢૈયા ગામ પાસે ઝાડીઓમાં ત્યજી હાલતમાં મળી આવી. પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Breaking News
ST Bus Theft

Mahisagar News:મહિસાગરના બાલાસિનોર ST ડેપોમાંથી એક વિચિત્ર પરંતુ ગંભીર ઘટના સામે આવી છે. ડેપોના વર્કશોપ વિસ્તારમાં પાર્ક કરાયેલી ST બસની (ST Bus Theft) ચોરી થતાં વિભાગ અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. રાત્રે પાર્ક કરાયેલી બસ સવારે અચાનક સ્ટાફ ફરજ પર પહોંચતા પહેલા જ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ST વર્કશોપ ખાતે પાર્ક કરાયેલ ST બસ (ST Bus Theft) ગાયબ

ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં ચોરાયેલી બસ (ST Bus Theft) બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામની સીમ પાસે રસ્તા પર ઝાડીઓ નજીક મળી આવી હતી.

ઝાડી-ઝાંખરા પાસે માર્ગ પરથી મળી આવી ST

અનુમાન મુજબ, અજાણ્યો ચોર બસ લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કોઈ કારણસર તેણે બસ (ST Bus Theft) રસ્તા પર જ છોડી દીધી અને નજીકની ઝાડીઓમાં છુપાઈને ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ ચાલુ રાખી છે.


આ પણ વાંચો:મહીસાગરમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

આ પણ વાંચો:ચંદનચોર પકડાયા, મહીસાગરમાં ચંદન ભરેલી ગાડી ઝડપાઈ

આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા