Business News: આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે. હવે કાલે 1 મે, 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા પરિવર્તનો (Rule Change) થવા જઈ રહ્યા છે. આ પરિવર્તનોની સીધી જ અસર કોમન મેનના રસોડાના બજેટથી માંડીને ખિસ્સા સુધી જોવા મળશે!
Rule Change- LPG સિલિન્ડરના ભાવથી માંડીને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
આ મુખ્ય પરિવર્તનોમાં LPG સિલિન્ડરના ભાવથી માંડીને ક્રેડિટ કાર્ડના નિયમો ઉપરાંત, ઓનલાઇન ગેમિંગ જેવી બાબતો પણ સમાવિષ્ટ છે. તો ચાલો જાણીએ એવા પાંચ મોટા નિયમ પરિવર્તનો વિશે જે આગામી મહિનાની 1 તારીખથી અમલી બનશે.

1. LPG સિલિન્ડરના ભાવ તથા ડિલિવરી સિસ્ટમમાં પરિવર્તન
એપ્રિલમાં ઘરેલુ તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Gas Cylinder)ના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 લી મેથી તેમાં સુધારો જોવા મળી શકે એવા એંધાણ છે. દર મહિનાની 1 લી તારીખની જેમ જ 1 લી મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. આટલું જ નહિં પણ કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક-ઇન પીરિયડ (Lock in Period)માં પરિવર્તન કરવાનું વિચારી રહી છે અને હવે OTP આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે અમલી બનાવવામાં આવી શકે છે.
2.. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટું પરિવર્તન
SBI કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જીસ અને એન્યુઅલ ફી (Late Payment Charges & Annual Fees)માં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 લી મેથી 100 થી 500 રુ. સુધીના બાકી રકમ માટે 100 રુ. અને 500થી 1000 રુ. સુધીની બાકી રકમ માટે 500 રુ. લેટ પેમેન્ટ ચાર્જ અમલી બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર 499 રુ.ની એન્યુઅલ ફી માફી માટેનો વાર્ષિક ખર્ચ મર્યાદા 50,000 થી 1,00,000 રુ. કરવામાં આવી છે.
3. ATF અને CNG-PNGના દરોમાં સુધારો
એપ્રિલની શરૂઆતમાં વિમાન ઇંધણના ભાવ બમણા થયા બાદ ફરી પરત ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે. 1 મેથી વિમાન ઇંધણ અર્થાત્ ‘એર ટર્બાઇન ફ્યુઅલ’ (ATF)ના નવા ભાવ જાહેર થશે. ATFની સાથોસાથ CNG અને PNGના ભાવમાં પણ પરિવર્તન થવાની શક્યતા છે. આની અસર વાહનચાલકો અને પાઇપલાઇન ગેસ (PNG) વાપરનારા ગ્રાહકોને અસર કરી શકે છે.

4. ઓનલાઇન ગેમિંગ માટે નવા કાનૂન
હવેથી પૈસા સાથે સંકળાયેલી ગેમ્સ રમતા પ્લેટફોર્મ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો પર ચાંપતી નજર રાખવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI)નું ગઠન કરવા જઇ રહી છે. આ નવા રુલ્સ હેઠળ, ઓનલાઇન ગેમ્સ (Online Games)ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે…
મની ગેમ્સ
સોશિયલ ગેમ્સ
ઇ-સ્પોર્ટ્સ
5. બેન્કનું e-KYC અપડેટ કરવાની આખરી તક
બેન્કના ગ્રાહકો માટે e-KYC અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની છે અને જો તમારું KYC પૂર્ણ થયેલું નહિં હોય તો બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન્સ રોકી દેવામાં આવી શકે છે. આથી ગ્રાહકોએ આ મુશ્કેલીથી બચવા માટે બેન્ક શાખાનો સંપર્ક સાધીને, નેટ બેન્કિંગ દ્વારા અથવા બેન્કિંગ મોબાઈલ એપ દ્વારા સત્વરે પોતાની વિગતોને અપડેટ કરાવવી આવશ્યક છે.
આ પણ વાંચો: ગેરંટી વગર મળશે બિઝનેસ લોન! કેબિનેટ ટૂંક સમયમાં લેશે ₹2.5 લાખ કરોડનો નિર્ણય, જાણો લેટેસ્ટ અપડેટ
આ પણ વાંચો: એક, બે કે ત્રણ નહિં પરંતુ પૂરા 12 દિવસ મે મહિનામાં બેન્ક બંધ રહેશે…આ રહ્યું રજાઓનું કેલેન્ડર…
આ પણ વાંચો: ભરગરમીમાં ઑફિસ જવા-આવવાની મુશ્કેલી પર ઘમાસાણ જામ્યુ! 8 કલાકની નોકરી કે પછી 10 કલાકની મજબૂરી?
