Dharm & Bhakti: ગણેશોત્સવ 2025 (Ganeshotsav 2025) એના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે. બાપ્પાને ભાવભીની વિદાય આપવાનો સમય નજીક છે ત્યારે, ભક્તજનો વિસર્જન અગાઉ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના અને હવન વગેરેની તૈયારીઓમાં વ્યસ્ત હશે. આ પાવન પર્વે, છપ્પન ભોગ (56 Bhog)નો થાળ ધરાવવાનું અનેરું મહત્વ હોય છે. આ માટે પૂજાવિધિ કરાવનાર પંડિતજી તમને સામગ્રીની લિસ્ટ તો આપશે જ પરંતુ, એમાં પ્રસાદરુપે કઈ-કઈ વસ્તુઓને સામેલ કરવી જોઇએ એ વિશે તમે આ લેખમાંથી માહિતી મેળવી શકો છો. આ 56 ભોગના પ્રસાદને થાળસ્વરુપે ધરાવીને તમે ગણપતિદાદાના આશિષ પ્રાપ્ત કરી શકો છો.
ગણેશજીને છપ્પન ભોગ ધરાવવાનું શાસ્ત્રોક્ત મહત્વ અનેરું છે. આમ તો બજારમાં અનેકવિધ મીઠાઈઓ (Sweets) ઉપલબ્ધ હોય જ છે પરંતુ, પોતાના હાથે બનાવેલા પ્રસાદ (Prasad)નો આનંદ જ કંઇક ઓર હોય છે! ભક્તજનો અત્યંત પ્રેમપૂર્વક અને ભક્તિભાવથી તરબોળ હૃદયે ગણપતિ બાપ્પા (Ganpati Bappa)ને જમવા માટે નિમંત્રણ પાઠવે છે અને બાપ્પાના વિસર્જન પહેલા આ 56 ભોગનો થાળ (56 Bhog Thal) બનાવીને એમને ભાવથી ધરાવે છે. ગણેશોત્સવ સિવાય, અમુક વિશેષ તહેવારો (Festivals) પર પણ આ છપ્પન પકવાનનો થાળ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
ગણપતિદાદાનો પ્રિય પ્રસાદ છે મોદક અને લાડુ
ભારતવર્ષના અનેક મંદિરોની પ્રચલિત માન્યતા મુજબ, લાડુનો પ્રસાદ ધરાવવાથી પ્રભુ જલદી પ્રસન્ન થાય છે. શાસ્ત્ર-પુરાણો અનુસાર, લાડુ (Laddu) અને મોદક (Modak) એ બાળ ગણેશના અતિપ્રિય વ્યંજનો ગણાય છે. આ જ કારણે ગણપતિ બાપ્પાને સર્વપ્રથમ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
ગણેશોત્સવનો પ્રારંભ થતા જ બજારમાં મોદક અને લાડુનું વિક્રમજનક વેચાણ થતું હોય છે. પરંતુ, ઘણી ગૃહિણીઓ, ઘરે પોતાના હાથે શુદ્ધ રીતે બનાવેલા વિવિધ પ્રકારના લાડુથી ગણેશજીને ભાવથી જમાડવાનું પસંદ કરે છે.
આ 56 ભોગના પ્રસાદથી ગણેશજી તૃપ્ત અને પ્રસન્ન થશે
ગણપતિ બાપ્પાની કૃપા પ્રાપ્ત કરવા માટે ધરાવવામાં આવતા છપ્પન ભોગની થાળીમાં પ્રસાદ સ્વરુપે આટલા વ્યંજનો અવશ્ય સામેલ હોય છે. આ વિવિધ વ્યંજન અને વાનગીઓનો થાળ તમે અન્યોની સહાયતાથી આનંદપૂર્વક તૈયાર કરી શકો છો.
આ 56 ભોગની યાદી આ મુજબ છે.

દૂધથી બનેલી વસ્તુઓ
1 માખણ
2 દહીં
3 ખીર
4 ઘી
5 પંચામૃત
મીઠાઇઓ
6 ગુલાબજાંબુ
7 માલપુઆ
8 મોહનથાળ
9 લાડુ
10 રબડી
11 હલવો
12 ઘેવર
13 પેંડા
14 મૈસુર પાક
15 જલેબી
16 સોજીનો શીરો

વાનગીઓ
17 દાળ
18 ભાત
19 કઢી
20 શાક
21 અથાણુ
22 મુરબ્બો
23 ચટણી
24 પાપડ
25 રોટલી
26 પૂરી
27 બાટી
28 ખીચડી
29 પકોડા
30 પુડલા
31 ભજીયા
32 કચોરી
33 ખમણ
34 થેપલા
35 ખાંડવી
36 ચવાણુ
37 ભરથુ
38 મઠરી
39 ખાજલી
40 છાશ

સૂકા મેવા અને તાજા ફળો
41 બદામ
42 કાજુ
43 પિસ્તા
44 કિસમિસ
45 એલચી
46 કેરીનો રસ
47 કેળા
48 દ્રાક્ષ
49 સફરજન
50 સીતાફળ

મુખવાસ અને પીણાં
51 શરબત
52 શિકંજી
53 મધ
54 આંબલી
55 વરિયાળી
56 નાગરવેલનું પાન
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…
આ પણ વાંચો:
