ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ડેન્ગ્યુના સૌથી વધુ કેસ જામનગર જીલ્લામાં નોધયા છે. જેને લઈને રાજી સરકાર દ્વારા સ્થાનિક તંત્રને આ અંગે તાકીદે પગલાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ડેન્ગ્યુથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં આધેડનું મોત થયું હતું. અત્યાર સુધીમાં સારવાર દરમિયાન કુલ 11 દર્દીના મોત થયાનુ સામે આવ્યું છે. ડેન્ગ્યુને અટકાવવા આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.
જેને લઈને જામનગરમાં ડેન્ગ્યુના કહેર વચ્ચે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. મહાપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરની વિવિધ જગ્યાઓ પર મચ્છર ના ઉત્પત્તિ સ્થાનો અને સ્વછતા અંગે અભિયાન હાથ ધરવા માં આવ્યા છે. અને તો ઔધ્યોગિક એકમો માં પણ ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
જે પૈકી અંજારિયા ચેમ્બરને સીલ કરવામાં આવી છે. અંજારિયા ચેમ્બરના ભોંયતળિયામાં ડેન્ગ્યુના ઉપદ્રવની શંકા સેવાતા ચેમ્બરને સીલ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી અંજારિયા ચેમ્બરના ભોંયતળિયામાં સાફ સફાઈ ન કરવામાં આવતી ના હતી. જેને લઈને મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, જામનગરમાં ડેન્ગ્યુના ડંખથી હાહાકાર મચી ગયો છે. શહેરમાં ડેન્ગ્યુના સતત કેસ વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
