Gandhinagar News/ શાળાના ટોયલેટથી નદી-હવા સુધી CM ભૂપેન્દ્ર પટેલનો મહાઅભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ રાજ્યભરની તમામ સરકારી શાળાઓના ટોઇલેટ બ્લોકની સઘન મરામત અને સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચનાઓ આપી: પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણી, હવા પ્રદૂષણ સામે અત્યારથી જ એલર્ટ થઈને તેને ઘટાડવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા

Gujarat Gandhinagar
ભૂપેન્દ્ર પટેલ

Gandhinagar News: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકની ઝુંબેશ સ્વરૂપે વ્યાપક મરામત અને સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી રાજ્ય મંત્રી મંડળની બેઠક

તેમણે આ સંદર્ભે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ રાજ્યભરની તમામ શાળાઓમાં ટોઇલેટ બ્લોકની સઘન તપાસ કરીને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં ખાસ ઝુંબેશના ભાગરૂપે સેનિટેશન, ડ્રેઈનેજ, પાણીની સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં રાજ્યના નદી-નાળાઓમાં ગંદકી અને પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે દિશાનિર્દેશ કર્યા છે.

તેવી જ રીતે, રાજ્યમાં હવા પ્રદૂષણને ઘટાડવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના  દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશભરના મંદિરોમાં ‘સ્વચ્છતા અભિયાન’, CM ભૂપેન્દ્ર પટેલ સહિત આ નેતાઓએ કરી સફાઈ

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ‘જન જાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું…

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે મહત્ત્વની કેબિનેટ બેઠક