રાજ્ય પર વધુ એક સંકટ મંડરાઈ રહ્યું છે. નિષ્ણાંતોએ આવતા મહિને કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

- કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
- દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, ડાંગમાં વરસાદની આગાહી
- જીરા, ચણા સહિતના પાકમાં ભારે નુકસાનની ભીતિ
રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. મહત્વનું છે કે ભર શિયાળે માવઠાથી જીરાં, ચણા સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જો કે હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે.

અગાઉ ડાંગ જિલ્લામાં જિલ્લામાં સતત ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, વઘઈ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં કાપીને મુકેલો ડાંગરનો પાક પલળી ગયો જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાડમનું હબ ગણાતા લાખણી પંથકના ખેડૂતોના દાડમના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે સુકારા નામનો રોગ દાડમમાં આવતા દાડમ કાળા પડીને વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા છે. કમોસમી વરસાદના કારણે નુકસાન થતા જગતનો તાત સરકાર પાસે સહાયની આશ રાખીને બેઠો છે.
મહત્વનું છે કે 7થી 9 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. તો 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીના પગલે ધરતીપુત્રોની ચિંતા વધી છે.
National / હું બાકીનું જીવન મીરાબાઈની જેમ ભગવાન કૃષ્ણની ભક્તિમાં પસાર કરવા માંગુ છું કહી IPS અધિકારીએ છોડી નોકરી
બેઠક / કોંગ્રેસે સંસદમાં મોદી સરકારને ઘેરવાની બનાવી રણનીતિ, આ મુદ્દાઓ પર હોબાળો થવાની શક્યતા
National / હવે વીજ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં આવશે! સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવશે
