Not Set/ રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પઢી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. 

Top Stories Gujarat Others

ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જો કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રથમ ટેસ્ટ / ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા ગણદેવવી તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ, પારડી તાલુકામાં 5 ઇંચ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં 4-4 ઇંચ, ભાવનગર-વડગામ અને સુરત શહેરમાં 3-3 ઇંચ, ખેરગામ અને લાઠી તાલુકામાં 2.5-2.5 ઇંચ, ઉમરાળા-વાાપી તુલાકમાં 2-2 ઇંચ અને ઓલપાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે ચારે દિશામાં પાણી-પાણી જ દેખાઇ રહ્યુ છે.

અમદાવાદમાં પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ

રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદી સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અહી બાવળામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. અહી સામાન્ય વરસાદથી શહેરીજનોને હાલાકી પડી રહી છે. વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અહી જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અહી લોધિકામાં 1 ઇંચ, કોટડાસાંગાણીમાં સરેરાશ 1 ઇંચ પડ્યો છે. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કેબિનેટ વિસ્તરણ / કેન્દ્રીય કેબિનેટમાં ધરખમ ફેરફારના સંકેત, વરુણ ગાંધી અને ભૂપેન્દ્ર યાદવ સહિત આ ચહેરાઓને મળી શકે છે સ્થાન

નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો

આપને જણાવી દઇએ કે, નવસારીનાં ગણદેવીમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 3 ઇંચ વરસાદ, વલસાડમાં 5.6 ઇંચ વરસાદ, પારડીમાં 5 ઇંચ વરસાદ અને વલસાડનાં ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન શરૂ થઇ ગઇ છે. વડોદરાનાં પાદરામાં 1.5 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વળી આણંદનાં તારાપુરમાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. સોજીત્રામાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડયો છે. અહી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. જામનગરનાં કાલાવાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં 2 ઇંચ વરસાદ, ચોર્યાસીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પણ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે.

ધોધમાર વરસાદથી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ (અમરેલી)

વરસાદની શરૂઆત થવાની સાથે રાજ્યનાં ઘણા વિસ્તારોમાં અમુક એવી ઘટનાઓ પણ બની છે જેનાં દ્રશ્યો ચોંકાવી દે છે. જણાવી દઇએ કે, અમરેલી લાઠીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી હરસુરપુર દેવળિયા નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાાઇ છે. અહી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમ્યાન ટુ-વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

પાટીલ ઇફેક્ટ! / BJ P યુવા મોરચામાં ટકવા ઉંમરનું વિધ્ન નડયું, રાજ્યભરમાં 35 હોદ્દેદારોના રાજીનામા

વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા (મોરબી)

રાજ્યામાં જેવી ચોમાસાની શરૂઆત થઇ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીની વાત કરીએ તો અહી હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચિત્રોડી ગામમાં ઘુટણ સમા પાણી ભરાયા છે. અહી વરસાદથી માલધારીનાં 20 જેટલા ઘેટા તણાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે અહી લોકોએ સમજદારીનું ઉદાહરણ પૂરુ પાડતા એક માાનવ સાંકળ બનાવી હતી અને ઘેટાને બચાવી લીધા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…