Ahmedabad News: ઉત્તરાખંડના હલ્દવાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી (Haldwani Controversy) બાદ મંચ પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ અને હવન કરવામાં આવ્યાના વિવાદનો પડઘો હવે અમદાવાદમાં પડ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગુજરાત NSUIના કાર્યકરો દ્વારા હેલ્મેટ ચાર (Ahmedabad NSUI Protest) રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Ahmedabad NSUI Protest: ઓવરબ્રિજ પરથી ભાજપના નેતાનું પૂતળું લટકાવ્યું
NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં હેલ્મેટ ચાર રસ્તા ખાતે એકત્ર થયા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરો હેલ્મેટ ઓવરબ્રિજ પર પહોંચી (Helmet Circle Protest) ગયા હતા અને ભાજપના એક નેતાના પ્રતીકાત્મક પૂતળાને બ્રિજ પરથી નીચે લટકાવ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહનચાલકોની મદદથી પૂતળું નીચે ઉતાર્યું હતું.
સૂત્રોચ્ચાર સાથે જાતિવાદના વિરોધમાં દેખાવો
વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકરો દ્વારા “ભેદભાવની માનસિકતા મુર્દાબાદ”, “દલિત (Caste Discrimination Allegation) વિરોધી સરકાર નહીં ચલેગી” અને “જાતિવાદ બંધ કરો” જેવા સૂત્રો સાથે પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ મલ્લિકાર્જુન ખડગે સાથે થયેલા કથિત અપમાનનો વિરોધ નોંધાવ્યો હતો.
ટ્રાફિકજામ બાદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી
હેલ્મેટ ચાર રસ્તા અને આસપાસના વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પ્રદર્શનકારીઓને સ્થળ પરથી દૂર કર્યા હતા. પોલીસે NSUIના અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત (NSUI Workers Detained) કરી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળ્યો હતો.
NSUIની જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ થયેલું કથિત શુદ્ધિકરણ દલિત સમાજનું અપમાન હોવાનું NSUI માને છે. તેમણે આ કૃત્યમાં સંકળાયેલા લોકો સામે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવાની અને ભાજપ દ્વારા જવાબદાર નેતાઓ સામે પક્ષસ્તરીય પગલાં લેવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતાના ગંભીર સવાલો, રેગિંગ મામલે નિષ્પક્ષ તપાસની માંગ
આ પણ વાંચો: રાજકોટ રૂરલમાં SMCનો મોટો દરોડો, વિંછીયાની વાડીમાંથી 1,556 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
આ પણ વાંચો: દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય: પશુપાલકોને હવે રૂ.1003 પ્રતિ કિલો ફેટ, રૂ.20નો વધારો
