Rajkot News: રાજકોટ જિલ્લાના વિંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (Vinchhiya SMC Raid) ગાંધીનગર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઝાદી પર્વના દિવસે વિંછીયાથી મોટા માત્રા ગામ તરફ જવાના માર્ગ પર આવેલી એક વાડીના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
વિજય ખાચરની વાડીમાંથી લાખોનો દારૂ ઝડપાયો
મળતી માહિતી મુજબ, વિજય ખાચરની વાડીમાં કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,556 બોટલો મળી (Foreign Liquor Seized) આવી હતી. ઝડપાયેલા દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂ.9.35 લાખ હોવાનું સામે આવ્યું છે.

Vinchhiya SMC Raid : ક્રેટા કાર સહિત રૂ.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક ક્રેટા કાર અને RC બુક સહિત (Creta Car Seized) કુલ રૂ.21.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં દારૂની હેરાફેરીને લઈને ચર્ચા જાગી છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળ સાથે સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિજય ખાચર સહિત સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો (Liquor Smuggling) હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું સપ્લાય નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ અને બાવળામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: બે અલગ કાર્યવાહીમાં 377 પેટી અને 7,164 બોટલ કબજે
આ પણ વાંચો: સુરતના ડુમસમાં ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો, 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં, રૂ.1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: રાજ્યમાં ભેળસેળિયાઓ પર તંત્રનો મોટો પ્રહાર! સુરત-ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો જપ્ત
