Ahmedabad News/ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી, 25 લાખની 61 મોંઘી પેનો જપ્ત

જાપાનથી અમદાવાદ આવી રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 61 મોંઘા ડિઝાઇનર પેન જપ્ત કરી હતી. આ પેનની કુલ બજાર કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ગુપ્ત માહિતી અને તકેદારીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જાપાનથી અમદાવાદ આવી રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 61 મોંઘા ડિઝાઇનર પેન જપ્ત કરી હતી. આ પેનની કુલ બજાર કિંમત અંદાજે 25 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

સ્કેનિંગ દરમિયાન ચોરીનો ગુનો નોંધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, જાપાનથી ઉડાન ભરેલો મુસાફર જ્યારે કસ્ટમ ક્લિયરન્સ માટે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે સ્કેનિંગ દરમિયાન તેના સામાનમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. એક્સ-રે સ્કેનિંગમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાતા  કસ્ટમ અધિકારીઓએ મુસાફરની અટકાયત કરી અને તેના સામાનનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

તપાસ દરમિયાન મુસાફર પાસેથી એક કે બે નહીં પણ 61 જેટલી અત્યંત મોંઘી અને ડિઝાઇનર પેનો મળી આવી હતી. આ પેનો કલેક્ટર્સ આઇટેમ અને મોંઘી બ્રાન્ડની હોવાનું જણાયું છે. મુસાફરે આ કિંમતી પેનોનો જથ્થો કસ્ટમ્સ ડ્યુટી ભર્યા વગર છૂપાવીને લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી સરકારી ટેક્સની ચોરી કરી શકાય. કસ્ટમ્સ વિભાગે બધી 61 પેન જપ્ત કરી છે અને તેની કિંમત આંકવાની પ્રક્રિયા હાથ ધરી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું