Canada News/ લોરેન્સ બિશ્નોઈ ગેંગ આતંકવાદી જૂથ જાહેર, આ દેશે કરી મોટી કાર્યવાહી

આ નિર્ણય બાદ ગેંગ સાથે સંકળાયેલી બધી સંપત્તિ જપ્ત કરી શકાય છે

Top Stories World

Canada News : કેનેડાએ ભારતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરી છે. કેનેડા સરકારનું કહેવું છે કે આ ગેંગ ભયનું વાતાવરણ ઉભું કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડિયન કાયદા હેઠળ, આ નિર્ણય બાદ ગેંગ સાથે સંકળાયેલી બધી સંપત્તિ જપ્ત કરી શકાય છે.

સીબીસીના અહેવાલ મુજબ, કેનેડિયન સરકારના મંત્રી ગેરી આનંદસંગરીએ જણાવ્યું હતું કે, “બિશ્નોઈ ગેંગ દ્વારા ચોક્કસ સમુદાયોને આતંક, હિંસા અને ધાકધમકી માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગુનેગાર આતંકવાદીઓના આ જૂથને સૂચિબદ્ધ કરવાથી આપણને તેમનો સામનો કરવા અને ગુનાને કાબુમાં લેવા માટે વધુ શક્તિ અને સંસાધનો મળશે.”

કેનેડામાં કોઈ સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવાથી ફેડરલ સરકારને તેની મિલકત, વાહનો અને ભંડોળ જપ્ત કરવાની સત્તા મળે છે, તેમજ કેનેડિયન કાયદા અમલીકરણને આતંકવાદી ગુનાઓ સામે કાર્યવાહી કરવા માટે વધારાની જોગવાઈઓ પૂરી પાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, લોરેન્સ 2014 થી જેલમાં છે. તે પંજાબના ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી છે. જોકે, તેની ગેંગ દ્વારા ગુનાઓ કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તે અને તેના સાથીઓ જેલમાંથી ગેંગ ચલાવતા હોવાનું માનવામાં આવે છે. ગોલ્ડી બ્રારને તેની નજીક માનવામાં આવે છે. એવી અટકળો છે કે ગોલ્ડી કેનેડામાં રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/ટ્રમ્પે શાહબાઝ અને મુનીરને બંધ રૂમમાં અડધો કલાક મુલાકત માટે રાહ જોવાડી

આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાન આર્મી ચીફેને જાતે બેટિંગ કરવી જોઈએ: ઇમરાન ખાન

આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાને લડાકુ વિમાનોનો દ્વારા પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ