Ahmedabad News/ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને વેચી દીધુઃ રેશ્મા પટેલ

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિકની સાથે-સાથે જાણીતા ચહેરા તરીકે ઉભરી આવેલા રેશ્મા પટેલે હાર્દિક પટેલને લઈને સ્ફોટક દાવો કર્યો છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને કરોડો રૂપિયામાં વેચી દીધુ હોવાનો સ્ફોટક દાવો તેમણે કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિકની સાથે-સાથે જાણીતા ચહેરા તરીકે ઉભરી આવેલા રેશ્મા પટેલે હાર્દિક પટેલને લઈને સ્ફોટક દાવો કર્યો છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને કરોડો રૂપિયામાં વેચી દીધુ હોવાનો સ્ફોટક દાવો તેમણે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો હાર્દિકે આવું કર્યું ન હોત તો આ આંદોલનની લઈને સ્થિતિ જ કંઇક જુદી હોત.

હાર્દિક પટેલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે શાંત છીએ સંત નથી તેનો જવાબ આપતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે હાર્દિક રૂપિયા ભૂખ્યો છે. હવે તે સત્તાભૂખ્યો પણ થયો છે, કારણ કે તેને સત્તાથી જ રૂપિયા મળવાના છે. આથી જ હાર્દિક પટેલ એક સમયે જેને ગાળો દેતો હતો તે ભાજપમાં ગયો છે. ભાજપે તેને ધારાસભ્ય બનાવ્યો તો હવે તેને મંત્રીપદ પણ જોઈએ છે, એમ રેશ્મા પટેલે જણાવ્યું હતું. આમ આંગળી આપો તો કડું પણ કાઢી લે તેવી માનસિકતા હાર્દિક પટેલની હોવાનો દાવો રેશ્મા પટેલે કર્યો હતો.

રેશ્મા પટેલે દાવો કર્યો હતો કે જ્યારે હાર્દિકે આખુ અનામત આંદોલન કોંગ્રેસને વેચવાની શરૂઆત કરી ત્યારે તેનો સૌથી પહેલા વિરોધ મેં કર્યો હતો અને તેની કિંમત પણ ચૂકવી હતી. હું અગાઉ ભાજપમાં ગઈ હતી ત્યારે આ જ હાર્દિક પટેલે અમને સમાજ દ્રોહી ગણાવ્યા હતા. અમે બહુ મોટા ગુનેગાર હોય તેવી છાપ ઊભી કરી હતી. હું તો મારા સમાજની વાત મનાવવા માટે ભાજપમાં ગઈ હતી. ભાજપે અમુક વાત માની અને અમુક ન માની. તેથી મેં પક્ષ છોડી દીધો.

હવે ભાજપમાં સામેલ થવા બદલ સમાજદ્રોહી કહેનારો હાર્દિક આજે પોતે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયો છે. અમે સિદ્ધાંતોમાં માનનારા છીએ, જ્યારે હાર્દિક પટેલને કોઈ સિદ્ધાંત નથી. તે યેનકેન પ્રકારે કામ કરવા ટેવાયેલો છે. આ અગાઉ પણ અમે હાર્દિકને આંદોલનનો ચહેરો બનાવ્યો ત્યારે આ કામ અમે પોતે કરી શક્યા હોત. પણ અમે તેને આંદોલનના ચહેરા તરીકે આગળ કર્યો. તેના તેને પોતાના સિવાય કોઈની પડી નથી. પાટીદાર સમાજની પણ પડી નથી.  આજે તે બધી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકે છે, પણ તે શું કરવા માંગે છે તે અમને ખબર છે. મંત્રીપદને લઈને કાન સરવા થઈ ગયા છે. તેથી તેણે આ પ્રકારે પોસ્ટ કરવા માંડી છે.

આંદોલન વખતે સિંહની જેમ ગર્જતો હાર્દિક ભાજપમાં ગયા પછી મિયાની મીંદડી થઈ ગયો છે. તે પ્રજા તો ઠીક પાટીદાર સમાજ માટે પણ અવાજ ઉઠાવી રહ્યો નથી. તેના ગજવા ભરાઈ ગયા છે, હવે આખી જિંદગી તેણે બસ ફક્ત ભાજપની માળા જ જપવાની છે, પાટીદારો અને પ્રજાની તકલીફોની તેની કશી પડી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકીય/અમે ડૂબકી મારીને ભાજપમાંથી બહાર નીકળ્યા છીએ : રેશ્મા પટેલની હાર્દિકને વિનંતી

આ પણ વાંચો: અબ તેરા ક્યા હોગા હાર્દિક ?/ભૂતકાળમાં જે કોંગ્રેસનો તાજ પહેરી ટિકિટ વેચતા હતા, આજે તે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાઇનમાં ઉભા છેઃ રેશ્મા પટેલ

આ પણ વાંચો: NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું….