@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ભારતીય સંસ્કૃતિમાં અન્ન દાન, રક્ત દાન જેવા વિવિધ દાનનો મહિમાં સમજાવવામાં આવ્યો છે.પરંતુ 21મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ભગવાન માણસને બનાવે છે, માણસને જીવન બક્ષે છે .પરંતુ માનવી જ્યારે જીવન ટૂંકાવી દે છે ત્યારે તેના અંગો થકી 6 થી 8 વ્યક્તિ જીવી શકે છે તેમનું જીવન ઘોરણ સુધરી શકે છે.

આવી જ એક ઘટના બની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં.26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમ એમ્બ્યુલન્સ લઇને પહોંચી અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં. નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કરાતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ઘર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ઘર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ઘર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાત દર્દિની જીવનશૈલી સુધારવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતા માલૂમ પડ્યુ કે ધર્મેશભાઇની બે કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરવું શક્ય છે. જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ઘર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાંથી બ્રેઇનડેડ દર્દીનું અંગદાન થયુ તેવી આ પહેલી ઘટના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન શક્ય બન્યા છે જેના થકી 10 થી 15 જેટલા વ્યક્તિની કાર્યદક્ષતામાં સુધારો આવ્યો છે. ધર્મેશભાઇ પટેલના પરિવારજનોએ અંગદાનનું પ્રેરણાદાયી કાર્ય કરીને સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ રૂપ બન્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
