Not Set/ BJ P યુવા મોરચામાં ટકવા ઉંમરનું વિધ્ન નડયું, રાજ્યભરમાં 35 હોદ્દેદારોના રાજીનામા

રાજકોટમાં યુવા મોરચાના નવા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા તથા મહામંત્રી હિરેન રાવલે આજે શહેર પ્રમુખ કમલેશ મીરાણીને પોતાના રાજીનામા સોંપી દીધા છે અને હવે તેમના સ્થાને નવા પ્રમુખ અને મહામંત્રી

Top Stories Gujarat

રાજકોટમાં યુવા મોરચાના નવા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા તથા મહામંત્રી હિરેન રાવલે આજે શહેર પ્રમુખ કમલેશ મીરાણીને પોતાના રાજીનામા સોંપી દીધા છે અને હવે તેમના સ્થાને નવા પ્રમુખ અને મહામંત્રી નિમાશે.ગુજરાતમાં યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિયુકિત અને ત્યારબાદ જિલ્લા અને મહાનગર કક્ષાએ પણ યુવા ભાજપના નવા હોદેદારોની નિયુકિતમાં ઉમરનું વિઘ્ન ખડુ થયુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મંજૂરીથી પ્રદેશ યુવા ભાજપ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી.જોકે પૃથ્વીરાજસિંહ વાળાએ અને મહામંત્રી હિરેન રાવલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓએ ઉંમરની મર્યાદાને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યુવા ભાજપ માટે સભ્ય થવા અને હોદા મેળવવા માટેનો માપદંડ ફેરવી નાંખતા રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રી સહિત રાજયભરમાં યુવા મોરચાના નવા વરાયેલા હોદેદારોને રાજીનામા આપવાની ફરજ પડી છે. માત્ર રાજકોટ જ નહીં રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં મોટા ભાગે યુવા ભાજપની નવી ટીમ બની ગઇ હતી અને ગુજરાતમાં પણ તે રીતે નિયુકિત થઇ હતી. અગાઉ ગુજરાત ભાજપની ટીમની રચના કરવામાં આવી હતી અને સાથો સાથ પક્ષના વિવિધ મોરચાઓના સભ્યો પણ નિયુકત કરવામાં આવ્યા હતા. જેમાં યુવા મોરચાનો પણ સમાવેશ થતો હતો.

સી.આર.પાટીલે હવે 35 વર્ષથી ઉપરના કોઇપણ યુવા મોરચાના સભ્ય કે હોદેદાર ન રહી શકે તેવો નિયમ સમગ્ર પ્રદેશમાં જાહેર કરતાં જ રાજયભરમાં યુવા મોરચાના પદાધિકારીઓને હોદા સંભાળ્યાના એકાદ બે મહિનામાં જ રાજીનામા આપવા પડયા છે.ગુજરાતમાં અગાઉ મહાપાલિકા અને પંચાયત ચૂંટણી સમયે ઉમેદવારોની પસંદગીમાં પણ છેલ્લી ઘડીએ જયારે પ્રદેશનું પાર્લામેન્ટ્રી બોર્ડ મળ્યુ તે સવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ત્રણ ટર્મથી ચૂંટાયેલા સીટીંગ કોર્પોરેટરને ફરી ટીકીટ નહી આપવા અને ઉમર અંગે પણ માપદંડ લાદી દીધા હતા.

આ અગાઉ રાજકોટ શહેર ભાજપની ટીમ માટે પણ આવું જ થયું હતું,ચૂંટણી પૂર્વે ત્રણ-ચાર મહિનાથી સતત તૈયારી કરી રહેલા અનેક નવા અને જૂના ચહેરાઓના નામ પેનલમાંથી કપાઇ ગયા હતા. જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીનો પણ સમાવેશ થતો હતો. જયારે રાજયભરમાં પંચાયત અને મહાપાલિકામાં આ પ્રકારે 200થી વધુ આશાભર્યા ઉમેદવારોને પ્રચારમાં લાગી જવાની ફરજ પડી હતી.રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તથા મહામંત્રી છેલ્લી બે ટર્મથી યુવા ભાજપને મજબૂત બનાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા. પરંતુ છેલ્લે કોંગ્રેસમાંથી આવેલા પ્રદિપ ડવ યુવા ભાજપના પ્રમુખ બની ગયા અને પૃથ્વીરાજસિંહ સહિતના અગ્રણીઓને તેમની ટીમમાં કામ કરવુ પડયુ હતું. હવે જયારે કેપ્ટન બનવાનો સમય આવ્યો ત્યારે ટીમમાં જ નથી તે ખબર પડી હતી.