દૈનિક રાશીભવિષ્ય
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Rashibhavishya: વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ અગિયારસના પવિત્ર દિવસે આજે મંગળવાર, ૨૬ મે ૨૦૨૬ છે. આજની એકાદશી તિથિ ૨૭ મેના રોજ સવારે ૦૬:૨૧ સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. હસ્ત નક્ષત્ર ૨૭ મેના રોજ સવારે ૦૫:૫૭ સુધી રહેશે અને સિદ્ધિ યોગ ૨૭ મેના રોજ સવારે ૦૩:૦૨ સુધી યથાવત રહેશે. વણિજ કરણ બપોરે ૦૫:૫૦ સુધી રહેશે. આજે પંચક તેમજ વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ શુભ અને ધાર્મિક કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે.
સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૮ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૩:૦૭ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૨:૫૮ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૨ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૩:૫૭ થી ૦૫:૩૭ સુધી રહેશે. તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું યોગ્ય રહેશે.
આજે કમલા એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. અધિક માસમાં આવતી કમલા એકાદશી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, પૂજા-અર્ચના, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અને દાન-પુણ્ય કરવાથી સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે. ભક્તો માટે આજનો દિવસ ભક્તિ, જપ-તપ અને ભગવાનના સ્મરણ માટે વિશેષ ફળદાયી ગણાય છે.
તારીખ:- ૨૬-૦૫-૨૦૨૬, મંગળવાર /જેઠ અધિક સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૭ થી ૧૨:૩૬ |
| અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૭ |
| શુભ | ૦૩:૫૭ થી ૦૫:૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૭થી ૦૯:૫૭ |
| શુભ | ૧૧:૧૭થી ૧૨:૩૫ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
માથા પરથી ભાર હળવો થાય.
મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
સ્વાસ્થ્ય બરાબર રહેશે
પોતાનું ધન બચાવી શકો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
લગ્નજીવન સારું રહે.
દિવસ સારો જાય.
માંદગીમાંથી સાજા થવાય.
તણાવ ઓછો થશે
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-
સંબંધમાં તિરાડ ઊભી થાય.
મનમાં નફરતની લાગણી જાગે.
ઊર્જાથીભરપૂર રહેશો.
નોકરીમાંસારું પ્રદર્શન કરી શકો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કર્ક (ડ , હ) :-
વેપારમાં નવા સોદા પાર પડે.
ઉચ્ચ અધિકારીઓ કામની પ્રશંસા કરશે.
તમે કામમાં પરેશાન થઇ શકો.
નાણાનો નવો સ્ત્રોત વહે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-
સ્વાસ્થમાં સાચવવું.
ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો.
પૂર્વગ્રહ ત્યજીને આગળ વધો.
લાંબી મુસાફરીની યોજના બને.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કન્યા (પ , ઠ, ણ) :-
તમારી આવડત કામમાં આવે.
સકારાત્મકપરિવર્તન આવશે.
તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ થશે.
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭

તુલા (ર , ત) :-
વેપારમાં ખોટ આવી શકે છે
બાળકોએ અભ્યાસ પર ધ્યાન આપવું.
સુખદ અનેસૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે.
નકામીપ્રવૃત્તિઓથી દૂર રહો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-
આર્થિક રૂપે ઘણા મજબૂત દેખાશો.
દેખાવમાં સુધારો થાય.
નોકરીનાસ્થાનમાં પરિવર્તન થાય.
નાની-નાની વાત પર વિવાદ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
અતિથી ઘરે આવે.
બપોર પછી સમય તમારા પક્ષમાં રહેશે.
ઈચ્છાશક્તિમાં ઘટાળો થાય.
સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મકર (ખ, જ) :-
અણધાર્યો પ્રવાસ થાય.
સ્નાયુની તકલીફ રહે.
બળની જગ્યાએ કળથી કામ લો.
વેપારમાં નવા સંપર્કો બનશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-
ખર્ચ પર અંકુશ રાખવો.
જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો.
ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
કેટલાક મતભેદો બેચેન કરે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
હૃદયરોગના દર્દીઓ સાચવજો.
મનને શાંતિ અનુભવાય.
તમને સારા સમાચાર મળશે.
શુભ કલર – આસમાની
શુભ નંબર –૧
આ પણ વાંચો:આજે મેષને દિવ્યજ્ઞાનનો લાભ, મીનને ધનલાભના યોગ, જાણો 12 રાશિઓનું ભવિષ્ય
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

