Rajkot News/ રાજકોટમાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણના નામે ઉઘરાણી, કંપનીના માલિક પાસેથી ₹1 લાખ પડાવ્યા

Rajkot Extortion Case: રાજકોટના શાપરમાં GPCBના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને કંપનીના માલિક પાસેથી રૂ. 30 લાખની માગણી અને રૂ. 1 લાખ પડાવવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Extortion Case: રાજકોટમાં કંપનીના માલિક પાસેથી રૂ. 1 લાખની ઉઘરાણી

Rajkot News: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને શાપર સ્થિત એક કંપનીના માલિક પાસેથી રૂપિયા પડાવવાના કેસમાં (Rajkot Extortion Case) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કંપનીના માલિક પાસે રૂ. 30 લાખની માગણી કરી હતી અને તેમાંથી રૂ. 1 લાખ બળજબરીથી મેળવ્યા હોવાનો આરોપ છે.

Rajkot Extortion Case: કંપની વિરુદ્ધ ખોટી અરજી કરી હોવાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, શાપરમાં પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. આરોપીઓએ કંપની વિરુદ્ધ ખોટી અરજી કરી હતી. ત્યારબાદ GPCBના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને કંપનીને પ્રદૂષણ બોર્ડ તરફથી હેરાનગતિ ન થાય તે માટે રૂ. 30 લાખની માગણી કરી હોવાનો આક્ષેપ છે.

પૈસા ન આપે તો ગંભીર પરિણામોની ધમકી

ફરિયાદ મુજબ, માગેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો કંપનીમાં આવીને મારપીટ કરવાની અને કોઈની હત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત GST અને આવકવેરા વિભાગમાં ફરિયાદ કરવાની, એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવવાની તથા સોશિયલ મીડિયા પર કંપનીની બદનામી કરવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. આ રીતે કંપનીના માલિક પાસેથી રૂ. 1 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું (Gujarat Crime News) છે.

LCBએ બંને આરોપીઓને ઝડપી લીધા

આ મામલે શાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCBએ પ્રતાપ મગનભાઈ સોલંકી (રહે. લક્ષ્મણ ટાઉનશિપ, જીવરાજ પાર્ક) અને ધીરૂ રામજીભાઈ ચાવડા (રહે. પારડી)ની ધરપકડ કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના જણાવ્યા અનુસાર, આરોપી ધીરૂ કંપનીમાં જ કામ કરતો હતો. શરૂઆતમાં પ્રતાપની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ કેસમાં ધીરૂની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: જામનગરના લાખોટા તળાવમાં 14 કાચબા અને માછલાંના મોતથી ચકચાર, પ્રદૂષણ બોર્ડે પાણીના સેમ્પલ લીધા

આ પણ વાંચો: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારોઃ 171 અધિકારીઓની બદલી

આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ