દેશભરમાં યુવતી અને યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાતા હોય છે અને તેઓ પોતાની જિંદગી જીવી પણ જતા હોય છે, પરંતુ આ પ્રકારના સંબંધમાં કેટલીકવાર એવી ઘટનાઓ બનતી હોય છે, જેનાથી યુગલનું જીવન પણ બરબાદ થતું હોય છે. આ જ પ્રકારની એક ઘટના રાજ્યના છેવાડાના જીલ્લા દાહોદમાંથી સામે આવી છે, જેમાં શહેરના ગોદીરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં પંખે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
આ ચકચારી ઘટના અંગે મળતી માહિતી મુજબ, દાહોદના ગોદી રોડ પર રહેતી એક 24 વર્ષીય યુવતીને તેના જ શહેરના 35 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા અને તેઓ છેલ્લા છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. આ ૪ વર્ષ દરમિયાન યુવતીએ અનેકવાર આ યુકને લગ્ન કરવા માટે દબાણ કરી હતી, પરંતુ પ્રેમી યુવક લગ્ન કરવાને બદલે માત્ર મજા માની રહ્યો હતો અને લગ્નની વાત ટાળી દેતો હતો.
આ પણ વાંચો :બલદાણા ગામ નજીક CNG પંપ પાસે કાર અને આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત
આ દરમિયાન યુવતી બે દિવસ પહેલા પ્રેમીને મળવા ગઈ હતી અને તેણીએ યુવકને લગ્ન કરવા માટે કહ્યું હતું, પરંતુ યુવકે આ વાત સ્વીકારવાને બદલે લગ્ન માટે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે, નહીં તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. આ વાતથી યુવતીને ખૂબ જ લાગી આવ્યું હતું અને ઘરે આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ આ મામલાની જાન પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપી યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પ્રેમી યુવક પોતે પરણિત છે અને એક બાળકનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :સુરતમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ કર્યો આપઘાત, કારણ છે સાવ આવું….
આ પણ વાંચો :SGVP દ્વારા ગુજરાતના 100 ગામમાં 6000 આયુર્વેદ કીટનું વિતરણ

