સોશિયલ મીડિયા પર એક ફોટો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક વ્યક્તિ ગાડીની આગળની સીટ પર એક ડેડ બોડીને મૂકીને ગાડી ચલાવી રહેલો નજરે પડે છે. આ ફોટાને જોયા પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટામાં ગાડી ચલાવી રહેલો વ્યક્તિ પોતાની છોકરીની શવને આગળની સીટ પર મૂકી છે અને ડેડ બોડીને સીટ બેલ્ટ પણ બાંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોટો રાજસ્થાનના કોટાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેડ બોડીને 85 કિમી સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ 16000-35000 રૂપિયાની ડિમાન્ડ કરી હતી. મૃત છોકરીના પૈસા આટલા બધા પૈસા ચૂકવી શકે તેમ ન હતા. આથી પછી તેમણે પોતાની ગાડીમાં જ મૃત છોકરીની શવને લઈ જવા માટે મજબૂર બન્યા હતા. ફોટો વાયરલ થવા પછી પ્રશાસન આ અંગેની તપાસ કરવામાં લાગ્યું છે.
વિસ્તૃત જાણકારી પ્રમાણે સીમા નામની આ છોકરી મૂળરૂપથી ઝાલાવાડની રહેનારી હતી. કોવિડ-19થી સંક્રમિત થતા તેને કોટાની એક હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. જ્યારે રવિવારે 23-5ના રોજ તેનું મૃત્યુ થયું હતું, મૃતક છોકરીના પરિવારના લોકોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સીમના પિતાએ તેની શવને લઈ જવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓએ 16000 થી લઈને 35000 રૂપિયા સુધીની માંગણી કરી હતી.
- પરંતુ આટલા બધા પૈસા આપવામાં અસમર્થ પિતાએ મજબૂર થઈને પોતાની છોકરીની શવને ગમે તેમ કરીને પોતાની કારની આગળની સીટર પર મૂકી હતી અને પછી તેને સીટ બેલ્ટ બાંધી દીધો હતો. તેઓ જાતે પોતાની ગાડી ચલાવીને ઝાલાવાડ પહોંચ્યા હતા. આ ઘટનાનો ફોટો વાયરલ થયા પછી કોટાના કલેક્ટર ઉજ્જવલ રાઠોડે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. મૃતકના પિતા પાસે એ ડ્રાઈવરોની જાણકારી માંગી છે જેમણે આટલા બધા રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે અન્ય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીમાનું મોત હોસ્પિટલની લાપરવાહીને કારણે થયું છે. સીમાના મામાના કહેવા પ્રમાણે તેની ભાણકીને આઈસીયુમાં હાઈ ફ્લો ઓક્સિજન પર રાખવામાં આવી હતી પરંતુ તેની તબિયતમાં સુધારો થતા થોડા દિવસો પહેલા જ તેને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવાની વાત કહેવામાં આવી હતી.
