Not Set/ શિવસેના નેતા સંજય રાઉતનું ભાજપ પર તંજ, અમે ખરાબ જ ઠીક છીએ

શિવસેના, એનસીપી અને કોંગ્રેસ હજી મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ગુંચવાઇ છે, ભાજપ છોડીને સરકાર બનાવવાનું સપનું જોતી શિવસેના સતત ભાજપને નિશાનો બનાવી રહી છે, જ્યારે શિવસેનાનાં નેતા સંજય રાઉત સતત ટીકા કરતા ટ્વીટ ચાલુ રાખી રહ્યા છે. આજે સવારે તેમણે ટ્વિટની શરૂઆત પણ કરી છે, તેમણે ભાજપ પર તંજ કસતા લખ્યું છે કે અમે ખરાબ […]

Top Stories India

શિવસેના, એનસીપી અને કોંગ્રેસ હજી મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ગુંચવાઇ છે, ભાજપ છોડીને સરકાર બનાવવાનું સપનું જોતી શિવસેના સતત ભાજપને નિશાનો બનાવી રહી છે, જ્યારે શિવસેનાનાં નેતા સંજય રાઉત સતત ટીકા કરતા ટ્વીટ ચાલુ રાખી રહ્યા છે.

આજે સવારે તેમણે ટ્વિટની શરૂઆત પણ કરી છે, તેમણે ભાજપ પર તંજ કસતા લખ્યું છે કે અમે ખરાબ જ ઠીક છીએ, જ્યારે સારા હતા ત્યારે કયુ મેડલ મળી ગયુ હતુ, ઉલ્લેખનીય છે કે બુધવારે સંજય રાઉતે પૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની કવિતા ટ્વિટ કરીને ભાજપ પર જ કટાક્ષ કર્યો હતો. બુધવારે મીડિયાનો સામનો કરી રહેલા સંજય રાઉતે કહ્યું હતું કે, તમામ અવરોધો સમાપ્ત થઈ ગયા છે અને ગુરુવાર સુધીમાં પરિસ્થિતિ સાફ થઈ જશે, અમે ડિસેમ્બરમાં સરકાર બનાવીશું. આપને જણાવી દઈએ કે સરકારની રચના માટે કોંગ્રેસ-એનસીપીમાં સતત બેઠકો ચાલી રહી છે, આજે પણ કોંગ્રેસ અને એનસીપીની અલગ-અલગ બેઠક યોજાવાની છે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

બુધવારે કોંગ્રેસ અને એનસીપીનાં નેતાઓએ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાનાં મુદ્દે દિલ્હીમાં બેઠક કરી હતી. બેઠક બાદ એનસીપીનાં નેતા અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, પાર્ટીનાં બંને નેતાઓ વચ્ચેની બેઠક સકારાત્મક હતી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત કરવા અંગે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે નવી સરકારની રચના અંગે હજી કેટલીક બાબતો બાકી છે. ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાની સરકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.