દિલ્હી યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીનાં કેમ્પસમાં એક ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાથે વી.ડી. સાવરકરની અર્ધપ્રતિમા લગાવવામાં આવી છે. દિલ્હી યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ શક્તિસિંહ કહે છે કે, “આ વ્યક્તિઓએ સ્વતંત્રતા સંગ્રામમાં મોટો ફાળો આપ્યો છે અને યુવાનો તેમની પાસેથી પ્રેરણા લેશે”. ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ સાથે વીર સાવરકરની તુલના વિવાદ તરફ દોરી શકે છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) નાં નેતા અને દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનનાં પ્રમુખ શક્તિસિંહે બુધવારે કહ્યું કે, યુનિવર્સિટી પાસે એક ભોંયરું છે જ્યાં ભગતસિંહને ટ્રાયલ દરમિયાન રાખવામાં આવ્યા હતા. અમે માંગણી કરી હતી કે, ભગતસિંહની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે અથવા તે દરેક માટે ખોલવામાં આવે, પરંતુ ડીયુ વહીવટીતંત્રએ અમારી માંગ તરફ ધ્યાન આપ્યુ નહી. હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બાકી નહોતો.
Delhi: A pillar,with busts of VD Savarkar, Bhagat Singh&SC Bose atop it, was installed by Delhi University Students’ Union(DUSU)outside Faculty of Arts on campus, y'day. DUSU pres says "They had made great contributions in freedom struggle.Youth should take inspiration from them" pic.twitter.com/nFzL7Xc6S1
— ANI (@ANI) August 21, 2019
એવુ કહેવામાં આવી રહ્યું છે કે, યુનિવર્સિટીની પરવાનગી વિના અહી રાતોરાત થાંભલા અને સાવરકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. શક્તિસિંહે કહ્યું, ‘અમે પ્રતિમા સ્થાપિત કરવા માટે ઘણી વખત યુનિવર્સિટીનાં અધિકારીઓની મંજૂરી માંગી છે, પરંતુ અમારી માંગણી સાંભળવામાં આવી નહોતી. તે પછી અમે પ્રતિમાને જાતે સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. આર્ટ્સ ફેકલ્ટીનાં ગેટ પર લાલ પથ્થરથી બનેલા આ આધારસ્તંભ પર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને સાવરકરની પ્રતિમા મૂકવામાં આવી છે. નીચે લખેલું છે, ‘સ્વતંત્રતાનાં નાયક વીર સાવરકર, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા 20 ઓગષ્ટ 2019 નાં રોજ સ્થાપિત થઈ હતી.’

કેમ્પસમાં સાવરકરની પ્રતિમા સ્થાપવાનો વિરોધ કોંગ્રેસ સાથે જોડાયેલી વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) અને ડાબેરી પક્ષની વિદ્યાર્થી સંગઠન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (એઆઈએસએ) બંને દ્વારા કરવામાં આવ્યો છે. આ બંને સંગઠનોનું કહેવું છે કે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ સાથે સાવરકરની પ્રતિમા સ્થાપિત કરીને એબીવીપીએ સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
