કોરોના વેક્સિન લેનારા દુનિયાના સૌથી પહેલા પુરુષ 81 વર્ષિય વિલિયમ શેક્સપિયરનું નિધન થઈ ગયું છે. શેક્સપિયર કોઈ અન્ય બીમારીથી પીડિત હતા. તેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં Pfizer-BioNTechની વેક્સિન લીધી હતી. આ સાથે જ તેઓ દુનિયાના પહેલા એવા પુરુષ બની ગયા હતા જેને કોરોનાની રસી આપવામાં આવી હતી. શેક્સપિયરના મિત્ર કોવેન્ટ્રીના કાઉન્સિલર જેને ઇન્સે જણાવ્યું કે, તેમનું ગુરૂવારના નિધન થઈ ગયું હતુ. તેમના પહેલા યૂનિવર્સિટી હૉસ્પિટલમાં 91 વર્ષની માર્ગરેટ કીનને રસી લગાવી હતી.
શેક્સપિયરના નજીકના લોકોએ કરેલી વિનંતી પ્રમાણે તેમને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે લોકો કોવિડની રસી લગાવડાવે. બિલ શેક્સપિયરે સતત 3 દશકા સુધી સમાજસેવા કરી હતી.
આ પણ વાંચો :રામદેવની મુસિબતમાં વધારો, IMA એ બાબાને 1 હજાર કરોડની બદનક્ષીની કાનૂની નોટિસ ફટકારી
2019માં કોરોનાએ વિશ્વમાં પ્રથમ વખત દેખા દીધી હતી અને તેના એક વર્ષ બાદ ડિસેમ્બર 2020માં પહેલી વેક્સિન ઉપલબ્ધ થઈ હતી. સૌથી પહેલા Pfizer-BioNTechની વેક્સિનનો ડોઝ લગાવવામાં આવ્યો હતો.
વિલિયમ શેક્સપિયર પોતાની પાછળ પોતાની પત્ની, પોતાના 2 દીકરા અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. વેસ્ટ મિડલેન્ડ્સ લેબર ગ્રુપે કહ્યું કે, શેક્સપિયર જેમને બિલના નામથી ઓળખવામાં આવતા તેમણે કોવિડ-19 વેક્સિન લીધા બાદ વૈશ્વિક સ્તર પર ચર્ચા જવાગી હતી. પાર્ટી માટે તેમની દાયકાઓની સેવાને હાલમાં જ લેબર પાર્ટીના નેતા કીર સ્ટારર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ દુ:ખના સમયમાં અમે શેક્સપિયર સાથે છીએ.
આ પણ વાંચો :કોરોના સામે લડનારા લોકોના શરીરની એન્ટીબોડીને લઇ થયો મોટો ખુલાસો
મહત્વનું છે કે હવે દુનિયામાં ઘણા પ્રકારની વેક્સિન આવી છે. અમેરિકામાં તો 50 ટકા વસ્તીને વેક્સિન લગાવી લેવામાં પણ આવ્યા છે. જ્યારે યુકેમાં પણ આબાદીના એક મોટા ભાગને વેક્સિન લગાવી લેવામાં આવી છે. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ જનસંખ્યાના હિસાબથી તે ખૂબ ઓછું છે.
આ પણ વાંચો :દેશમાં મ્યુકરમાઈકોસિસના 11717 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધારે કેસ

