Vadodara News/ વડોદરા નજીક ગમખ્વાર અકસ્માત : પાવાગઢથી પરત ફરતા સુરતીઓની કાર હાઈવેથી નીચે ઉતરી, 3ના મોત,5 ઘાયલ

સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2025 03 14T174302.992 વડોદરા નજીક ગમખ્વાર અકસ્માત : પાવાગઢથી પરત ફરતા સુરતીઓની કાર હાઈવેથી નીચે ઉતરી, 3ના મોત,5 ઘાયલ

Vadodara News : વડોદરામાં પાવાગઢથી પરત આવતા સુરતીઓની અર્ટીગો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ જણાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થયા હતા. આ બનાવની વિગત મુજબ  સુરતનો એક પરિવાર પાવાગઢથી પરત ફરી રહ્યો હતો ત્યારે વડોદરાના પોર નજીક તેમની અર્ટીગા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. જોકે, તેઓ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કુલ આઠ લોકોમાંથી પાંચ લોકોને વડોદરાની સયાજી હોસ્પપિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર આપવામાં આવી રહી છે. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાક દર્દીને હાલમાં શહેરના મકરપુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા મૃતકોને ફાયર કટર વડે ગાડીનો કેટલોક ભાગ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોના નામ

વિનય જગદીશભાઈ પટેલ (ઉ.વ. 32, રહે. ઉમિયા માતા મંદિર પાસે, ડિંડોલી, સુરત)
ચિરાગ સુરેશભાઈ પટેલ
જગદીશભાઈ પટેલ
ધ્રુવ ધર્મેશભાઈ પટેલ
નિરંજન જગદીશભાઈ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…

આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…

આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું