Not Set/ મોરબી/ દિઘલીયા ગામે ખાતર કૌભાંડ બહાર આવ્યુ, બોરી દીઠ બે થી ત્રણ કિલ્લો ખાતર ઓછુ

ભ્રષ્ટાચાર રેન્કિંગમાં ભલે કહેતા હોય કે ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે, પરંતુ સ્થાનિક લેવલે જાણે કોઈ જ ફર્ક પડ્યો હોય તેવું લાગતું નથી. રોજ કયાંક ને કયાંક ભ્રસ્તાચારના નમુના જોવા મળે જ છે. હાલમાં થોડા દિવસો અગાઉ પણ ગુજરાતમાં ખાતર નું કૌભાંડ પકડાયું હતું. અને હવે ફરી પાછુ એક વાર જગતનો તટ છેતરાયો છે. દિવસ-રાત, […]

Gujarat Others

ભ્રષ્ટાચાર રેન્કિંગમાં ભલે કહેતા હોય કે ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે, પરંતુ સ્થાનિક લેવલે જાણે કોઈ જ ફર્ક પડ્યો હોય તેવું લાગતું નથી. રોજ કયાંક ને કયાંક ભ્રસ્તાચારના નમુના જોવા મળે જ છે. હાલમાં થોડા દિવસો અગાઉ પણ ગુજરાતમાં ખાતર નું કૌભાંડ પકડાયું હતું. અને હવે ફરી પાછુ એક વાર જગતનો તટ છેતરાયો છે. દિવસ-રાત, તડકો કે છયો જોયા વિના દેશની જનતા માટે અનાજ પકવતા અને પેટ ઠારતો ધરતી પુત્ર જ આજે છેતરી રહ્યો છે.

એક તો કુદર રૂઠે અને તેમાંય સરકારી કૌભાંડો –‘જાયે તો જાયે કહાં’ જેવો ઘાટ અત્યારે ગુજરાતમાં ધરતીપુત્રનો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજયમાં ખાતર કૌભાંડનુ પ્રમાણ દિવસે ને દિવસને વધી રહ્યુ છે. ત્યારે મોરબી જિલ્લાના વાકાનેરના દિઘલીયા ગામે ખાતર કોભાંડ બહાર આવ્યુ. ખાતરની 15 બોરીમા બે થી ત્રણ કિલ્લો ખાતર ઓછુ નીકળ્યુ હતુ. ખેડુતોને ખાતરની થેલીમાં ખાતર ઓછુ લાગતા થેલીનો વજન કરતા ખાતર ઓછુ જોવા મળ્યુ હતુ. ઉલેખ્નીય છે કે સતત બીજા દિવસે ખાતરમા ઘટને પગલે યોગ્ય તપાસ કરવા ખેડુતોએ માંગ કરી હતી. ખાતરમાં ઘટને પગલે ખેડુતોમા રોષ ફેલાયો હતો.  અગાઉ પણ વાંકાનેરના મેસરીયા ગામે પણ ખાતર ની થેલીમાં ખાતરની ઘટ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.