Banaskantha News/ બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ

બનાસકાંઠા જીલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડામાં (Changwada) આચાર્યએ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દીવાલ પર…….

Top Stories Gujarat Breaking News

Banaskantha News: બનાસકાંઠાના (Banaskantha ) વડગામમાં (Vadgam) વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. ધોરણ 11ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. વિદ્યાર્થીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તેમજ રજૂઆત કરી પોલીસને તાત્કાલિક પગલા ભરવા માગ કરી છે.

બનાસકાંઠા જીલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડામાં (Changwada) આચાર્યએ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દીવાલ પર બેસવા બદલ ઢોર માર માર્યો હોય તેમ વાલીએ આક્ષેપ કર્યો છે. આ મામલે વિદ્યાર્થીના વાલીએ પોલીસને રજૂઆત કરી છે. પાલનપુર સિવિલમાં (palanpur) (Civil Hospital) વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો છે.

થોડા સમય અગાઉ સુરતમાં શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવા બદલ ચકચાર મચી ગઈ હતી. જેમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં શિક્ષકે ધોરણ 2 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને 8 દિવસ શાળાએ ન આવતા ફૂટપટ્ઠીથી ખૂબ જ માર્યો હતો. જેથી બાળકને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજી આ પ્રકારની ઘટના દિયોદરમાં બની હતી. મોજરુ નવા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક ભરત જોશીએ વિદ્યાર્થીને ગંભીર રીતે માર માર્યો હતો. આ ઘટનામાં વાલીએ આરોપ મૂક્યો હતો કે શિક્ષક ભરત જોશીએ આભડછેડ રાખી વિદ્યાર્થીને માર માર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીને માર મારી આખો દિવસ રૂમમાં પૂરી રાખવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસે શિક્ષક ભરત જોશી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો:સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના