Surat Police/ સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના

સુરત પોલીસ દ્વારા કેટલાક અસમાજીક તત્વોને કડક પાઠ ભણાવવા કડક પગલા લીધા છે.  ત્યારે સુરત પોલીસે વખાણવા લાયક કામ કર્યું…..

Top Stories Gujarat Surat Breaking News
Image 2024 08 22T102437.840 સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના

Surat News: સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડોન બનીને ફરતા લોકોનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે અડાજણ પોલીસે જાહેરમાં ભાઈગીરી કરતા માથાભારે શખ્સોનું સરઘસ કાઢ્યું હતુ. સ્થાનિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે તેમજ લોકોએ ગુજરાત સરકાર જીંદાબાદના નારા લગાવ્યા છે.

Image 2024 08 22T102841.835 સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના

સુરત પોલીસ દ્વારા કેટલાક અસમાજીક તત્વોને કડક પાઠ ભણાવવા કડક પગલા લીધા છે.  ત્યારે સુરત પોલીસે વખાણવા લાયક કામ કર્યું છે. ડોન બનીને ફરતા, ભાઈગીરી કરી લોકોને ડરાવવા, ધમકાવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. કાયદા, વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ ન હોય તેવી રીતે ફરતા લોકોમાં પોલીસનો ડર બેસાડવા સુરત પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. સરઘસ કાઢતા લોકોમાં હાશકારો થયો છે.

Image 2024 08 22T102605.856 સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના

અમુક લોકો પોતાનો રોફ જમાવવા અડાજણમાં ડોનગીરી કરતા હતા, જેથી ભાઈગીરીનો ખૌફ ઉતારવા જાહેરમાં સરઘસ કઢાયું છે. સ્થાનિકોએ પોલીસની આ કામગીરીને વખાણી છે. લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પેદા થાય તે માટે અડાજણ પોલીસે આતંકને ડામવા સરઘસ કાઢી નવી રીતે સજા આપી હોય તેમ સ્થાનિકોનું માનવું છે. એટલું જ નહીં, લોકોએ ગુજરાત સરકાર જીંદાબાદના પણ નારા લગાવ્યા છે.

Image 2024 08 22T102706.841 સુરતમાં પોલીસની કામગીરીને લોકોએ તાલીઓથી વધાવી, ગુજરાત સરકાર જીંદાબાદના લગાવ્યા નારા,જાણો શુ છે આખી ઘટના

થોડા દિવસ અગાઉ સુરતના અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી નૂતન રો હાઉસમાં એક યુવક પર ત્રણ ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને અડાજણ પોલીસે ગુનો નોંધી ઇસમોની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું.

આ જોઈને ઘણા નાગરિકો કલકત્તા મહિલા તબીબની સાથે જે ઘટના ઘટી, તેમજ સમગ્ર દેશમાં છોકરીઓ, મહિલાઓ વિરૂદ્ધ કુકર્મ કરનારને પણ સરેઆમ સજા મળવી જોઈએ તેવી માગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો:  ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં