Not Set/ સુરત: કતારગામમાં આવેલ કિરણ જવેલર્સમાં ચોરીનો મામલો, પોલીસે 5 આરોપીની કરી ધરપકડ

સુરત, સુરતના કતારગામમાં આવેલી કિરણ જવેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પર્દાફાશ કર્યો છે. સાથે પોલીસે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓમાં મુખ્ય આરોપીની સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામમાં આવેલી કિરણ જવેલર્સમાં ચોરી થઇ હતી. આ જવેલર્સમાંથી રૂપિયા 1.35 કરોડની ચોરી કરી હતી. ચોરી કરીને આ […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના કતારગામમાં આવેલી કિરણ જવેલર્સમાં થયેલી ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પર્દાફાશ કર્યો છે. સાથે પોલીસે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે.

આ પાંચ આરોપીઓમાં મુખ્ય આરોપીની સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામમાં આવેલી કિરણ જવેલર્સમાં ચોરી થઇ હતી.

આ જવેલર્સમાંથી રૂપિયા 1.35 કરોડની ચોરી કરી હતી. ચોરી કરીને આ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

જેના આધારે પોલીસે તપાસ હાથધરી હતી. તપાસ દરમિયના પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા પાંચેય આરોપી સાથે મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી છે.

સુરત: ફરી બુલેટગાડી ચોર ગેંગનો તરખાટ, ઉઠાંતરી થઈ સીસીટીવીમાં કેદ

હાલ તો આ તમામ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી અગાઉ કિરણ જવેલર્સમાં જ નોકરી કરતો હતો.