Ahmedabad News/ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ

એસીબીએ લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની ધરપકડ કરી છે. તેઓ જાતે લાંચ લેવાના બદલે તેમના વતી માણસ રાખીને લાંચ લેતા હતા. પહેલા એસીબીએ તેની ધરપકડ કરી હતી અને પછી મુખ્ય આરોપી મહેશ બક્ષીની ધરપકડ કરી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  એસીબીએ લાંચ લેતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર (Food and Drug Inspector) મહેશ બક્ષીની (Mahesh Bakshi) ધરપકડ કરી છે. તેઓ જાતે લાંચ લેવાના બદલે તેમના વતી માણસ રાખીને લાંચ લેતા હતા. પહેલા એસીબીએ તેની ધરપકડ કરી હતી અને પછી મુખ્ય આરોપી મહેશ બક્ષીની ધરપકડ કરી હતી.

આંબાવાડી વિસ્તારમાં આવેલા હીરાબાગ ક્રોસિંગ પાસે મેડિકલ સ્ટોર ચલાવનાર  પાસેથી  ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર વતી રૂ.8000ની લાંચ સ્વીકારતા મનીષ કુમાર ઠક્કરને એસીબીએ 30 જુલાઈના રોજ રંગેહાથ ઝડપી લીધો હતો. તેના પછી લાંચકાંડના મુખ્ય આરોપી એવા ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ મામલે એસીબીએ મંગળવારના રોજ મહેશ બક્ષીની પણ ધરપકડ કરી લીધી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલી દીપક મેડિકલના માલિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની  મેડિકલની શોપ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર મહેશ બક્ષી અવારનવાર ચેકિંગમાં આવતા હોય છે. નોટિસ આપવાના બહાને રૂપિયા પડાવીને જતા રહે છે.

ગત 22 જુલાઈના રોજ મહેશ બક્ષી દીપક મેડિકલ શોપ પર આવ્યા હતા કાયદાનો ડર બતાવીને રૂપિયા માંગતા હતા. આ રૂપિયા તેમના વતી મનિષ ઠક્કર નામનો વ્યક્તિ લેવા આવશે તેને આપી દેવાનું જણાવ્યું હતું, જેથી ફરીયાદીએ એસીબીને જાણ કરતા ડીકોય ટ્રેપ ગોઠવીને ગત ૩૦ જુલાઈના રોજ મનીષ ઠક્કરને રૂ.8000 લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ  એસીબી દ્વારા ત્રીજી સપ્ટેમ્બરના જ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેકટર મહેશ બક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ બતાવે છે કે એસીબીની આટલી કાર્યવાહી છતાં સરકારમાં લાંચિયા બાબુએ લાંચ લેતા અટકવાનું નામ લેતા નથી. તેઓ પોતાની નોકરી જોખમમાં મૂકીને પણ લાંચ લે છે. આવા લાંચિયા બાબુઓના કારણે તંત્ર બદનામ થાય છે. તેના લીધે સરકારને લાંછન લાગે છે અને લોકો પણ આ પ્રકારના લાંચિયા બાબુઓના લીધે સરકારથી નારાજ થઈ જાય છે. આ લાંચિયા બાબુએ પોતાની નોકરી તો જોખમમાં મૂકે જ છે, પરંતુ તેની સરકારની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડે છે. તેની સાથે સરકારે કરેલા કાર્યો પર બટ્ટો લાગી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતનું જીએસટી ભવન, લાંચ લેનારાઓનો છે દબદબોઃ સીએ એસોસિયેશન

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા ઝડપી પાડતી એસીબી

આ પણ વાંચો: 7 હજારની લાંચ લેતા આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરને ઝડપી લેતી એસીબી