ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિવિધ કામોને લઇ આજે એટલે કે શનિવારે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમ જ સહકારપ્રધાન અમિત શાહના હસ્તે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જુદી જુદી વિધાનસભા અન્વયે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે.
શનિવારે સમગ્ર દિવસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.સવારે 9:30 કલાકે તેઓ સોલા સિવિલમાં સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કૉલેજ તેમજ ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવશે.સવારે 10:30 કલાકે કલોલના મોટી ભોયણમાં વિવિધ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
બપોરે 11:25 કલાકે મોટી ભોયણમાં આરોગ્ય અધિકારીના આરોગ્ય તપાસ કાર્યક્રમના સબ સેન્ટરની મુલાકાત લેશે.બપોરે 11:45 કલાકે અમિત શાહ કલોલમાં ઓવરબ્રિજ અને ગાર્ડનના નવીનીકરણ કાર્યનું ખાતમૂહુર્ત કરશે.જ્યારે બપોરે 4:30 કલાકે બોપલના ઈકોલોજી પાર્કની મુલાકાત લેશે. સાંજે 05.00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એએમસી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેરસભા સ્વરૂપે યોજાશે.
આ પણ વાંચો :રાજકોટમાં ફરી સીંગતેલનાં ભાવ વધ્યા, જાણો નવા ભાવ…
આ પણ વાંચો :દ્વારકામાં અનુભવ્યો 5.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા
આ પણ વાંચો : વિધાનસભામાં કોંગ્રેસે વીજળીના મુદ્દે સરકારને ઘેરી, લલિત વસોયા-વિમલ ચૂડાસમાએ ઉતાર્યા શર્ટ
આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત,ચાર લોકોના કમકમાટી ભર્યા મોત
