Gujarat News: વિશ્વમાં ચાલી રહેલા Iran સંબંધિત તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એનર્જી સંકટ અને સપ્લાય ચેઇન અંગે ચિંતા વધી રહી છે. આ પરિસ્થિતિમાં દેશમાં ફરી લોકડાઉન (Lockdown) લાગશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. જોકે, આ મામલે ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
Lockdown અંગે શું કહ્યું સરકારે?
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉન (Lockdown) લાગવાની કોઈ જરૂરિયાત નથી. નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ.
અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે લોકો સોશિયલ મીડિયા કે WhatsApp દ્વારા ખોટી માહિતી ફેલાવે છે, તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી માહિતી તરત જ પોલીસ અથવા સંબંધિત વિભાગને જાણ કરવી.

જરૂરી વસ્તુઓની પુરતી વ્યવસ્થા
સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં એલપીજી ગેસ, પેટ્રોલ-ડીઝલ સહિતની જરૂરી ચીજવસ્તુઓની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે. આવનાર દિવસોમાં પણ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે.
કાળાબજારી સામે સખત એક્શન
સરકારે જણાવ્યું કે, ગેસ અને અન્ય વસ્તુઓની કાળાબજારી કરનારાઓ સામે પહેલેથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અનેક લોકો સામે કેસ નોંધાયા છે અને દરેક જિલ્લામાં નજર રાખવામાં આવી રહી છે.
નાગરિકોને અપીલ
સરકારએ નાગરિકોને અપીલ કરી છે કે, ગભરાવાની જરૂર નથી, લાઈનમાં ઊભા રહેવાની કે વધારાનો જથ્થો એકઠો કરવાની જરૂર નથી. દરેકને સમયસર જરૂરી વસ્તુઓ મળી રહેશે.
આ પણ વાંચો:ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, હર્ષ સંઘવીની અફવા ન ફેલાવવા અને અને સંગ્રહખોરી ન કરવા અપીલ
આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાસુઓને ભાવુક અપીલ, ‘વહુને દીકરી માનીને આદર આપજો’
આ પણ વાંચો:ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર
