World News: પાકિસ્તાન (Pakistan)ના સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે જ દેશમાં આતંકી હુમલાઓથી હડકંપ મચી ગયો છે. 14 ઓગસ્ટે ખૈબર પખ્તૂનખ્વા અને પંજાબમાં થયેલા ત્રણ અલગ-અલગ હુમલામાં ચાર પોલીસકર્મીઓનાં મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.
Pakistan માં પોલીસ ચેકપોસ્ટ પર હુમલો
ખૈબર પખ્તૂનખ્વાના બાજૌર જિલ્લામાં આતંકવાદીઓએ કોહી સાર પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી હુમલો (Attack on police checkpost)કર્યો હતો. હુમલામાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.
લાહોરમાં બે હુમલા
પંજાબના લાહોરમાં પણ પોલીસકર્મીઓને નિશાન (Lahore Police Attack)બનાવી બે અલગ-અલગ હુમલા કરવામાં આવ્યા હતા. બાદામી બાગ વિસ્તારમાં થયેલા પ્રથમ હુમલામાં બે પોલીસકર્મીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ હુમલા (Pakistan Terror Attack)બાદ લગભગ એક કલાક પછી લાહોરના મુલતાન રોડ પર TLP મુખ્યાલય પાસે તૈનાત પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ કોન્સ્ટેબલ અને એક રાહદારી ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન કોન્સ્ટેબલ હારિસનું મોત થયું હતું.
જમાત-ઉલ-અહરારે લીધી જવાબદારી
લાહોરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) કામરાન ફૈસલે જણાવ્યું હતું કે બંને હુમલાની જવાબદારી TTP સાથે જોડાયેલા સંગઠન જમાત-ઉલ-અહરારએ લીધી છે. પોલીસને આશંકા છે કે હુમલાઓ પાછળ TTP સાથે જોડાયેલો રેહાન બટ અને તેના સાથીઓ હોઈ શકે છે.
પોલીસ હાઈ એલર્ટ પર
હુમલાઓ બાદ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પોલીસ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવાના આદેશ આપ્યા છે. સાથે જ હુમલાખોરોને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. આ ઘટનાઓને કારણે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર
આ પણ વાંચો:પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત
આ પણ વાંચો:ખડગેને ‘આતંકવાદી’ નિવેદન પર ECની નોટિસ
