Jammu Kashmir News/ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં LeTનો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરતાં સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. એનકાઉન્ટર (Encounter)માં ઝાકિર અહેમદ ગની માર્યો ગયો હતો

India
શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં ભારતીય સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના એક આતંકવાદીને એન્કાઉન્ટર (Encounter)માં ઠાર મારવામાં આવ્યો છે

Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના શોપિયા જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં ભારતીય સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના એક આતંકવાદીને એન્કાઉન્ટર (Encounter)માં ઠાર મારવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઝાકિર અહેમદ ગની (Zakir Ahmad Gani) તરીકે થઈ છે. સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરતાં સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. એનકાઉન્ટરમાં ઝાકિર અહેમદ ગની માર્યો ગયો હતો. ઓપરેશન બાદ સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જેથી અન્ય કોઈ આતંકવાદી છુપાયેલો હોય તો તેની પણ શોધ કરી શકાય.

સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સતત સર્ચ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા દળો સતત આક્રમક કાર્યવાહી કરી રહ્યા છે અને અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.


આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં 12 વર્ષની બાળકીના રેપ-મર્ડર કેસમાં મોટો વળાંક: મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, NCWએ માંગ્યો રિપોર્ટ

આ પણ વાંચો : જો સમ્રાટ ચૌધરીનું એન્કાઉન્ટર થયું હોત તો આજે CM ન હોત’; સરકાર પર સુધાકરનો જોરદાર પ્રહાર

આ પણ વાંચો : સિંગર ગુરુ રંધાવાના જીમ બહાર ફાયરિંગ કરનારા બિશ્નોઈ ગેંગના 2 શૂટરોનું એન્કાઉન્ટર