West Bengal News: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઈપુરમાં 12 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યા (Baruipur Rape Murder Case)ના કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસના દાવા મુજબ, પૂછપરછ દરમિયાન આરોપીએ એક પોલીસકર્મીની રાઇફલ છીનવી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે થયેલી અથડામણમાં તેને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
Baruipur Rape Murder Case: આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
આ સમગ્ર ઘટના 4 જુલાઈએ બાળકી ગુમ થયા બાદ શરૂ થઈ હતી. બીજા દિવસે એક તળાવમાંથી બાળકી (Baruipur Rape Murder Case)નો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પર જાતીય અત્યાચાર થયાની પુષ્ટિ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસે પ્રભાસ મંડલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઘટનાએ ત્યારે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોએ શંકાસ્પદ એક વ્યક્તિને પકડીને માર માર્યો હતો. ઇન્દ્રજીત તાંતી તરીકે ઓળખાયેલા આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી હતી, જેમાં ચાર લોકો બાળકીને પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પોસ્ટમોર્ટમ મુજબ બાળકી (Baruipur Rape Murder Case)ના માથા, શરીરના અન્ય ભાગો અને ખાનગી અંગો પર ગંભીર ઇજાના નિશાન હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે બાળકીને જીવતી હાલતમાં તળાવમાં ફેંકવામાં આવી હોવાની શક્યતા છે. ડૂબી જવા અને વધુ પડતા રક્તસ્રાવના કારણે તેનું મોત થયું હોવાનું મેડિકલ તપાસમાં નોંધાયું છે.
આ કેસને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષોએ ઘટનાને લઈને સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જ્યારે પીડિતાને ન્યાય મળે તે માટે અલગ-અલગ સ્તરે વિરોધ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP) પાસેથી એક અઠવાડિયાની અંદર વિગતવાર કાર્યવાહી અહેવાલ (ATR) માંગ્યો છે. આયોગે જણાવ્યું છે કે રિપોર્ટમાં માત્ર રેપ-મર્ડર કેસ જ નહીં પરંતુ ત્યારબાદ થયેલી ભીડની હિંસા, એક આરોપીના મોત, પોલીસ અને સુરક્ષા દળો પર થયેલા હુમલા સહિતની તમામ ઘટનાઓનો સમાવેશ કરવો પડશે.
Baruipur Rape Murder Case: POCSO કેસના ચોંકાવનારા આંકડા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે અંદાજે 70 હજાર POCSO કેસ નોંધાય છે. વર્ષ 2024 દરમિયાન 69,191 કેસ નોંધાયા હતા, જેમાં 70 હજારથી વધુ બાળકો પીડિત બન્યા હતા. બાળકો સામે નોંધાયેલા કુલ ગુનાઓમાં લગભગ 37 ટકા કેસ POCSO કાયદા હેઠળના હતા. નિષ્ણાતોના મતે સામાજિક કલંક અને ફરિયાદ નોંધાવવામાં આવતા સંકોચને કારણે વાસ્તવિક સંખ્યા આનાથી વધુ હોઈ શકે છે.
આ પણ વાંચો:માસૂમ પર બળાત્કાર અને હત્યાના કેસમાં માત્ર 65 દિવસમાં ટ્રાયલ પૂર્ણ, નરાધમને ફાંસીની સજા
આ પણ વાંચો:કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોય દોષિત
