Not Set/ VIDEO/ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભારે હંગામો, મુસાફરોએ આપી કોકપીટનો દરવાજો તોડવાની ધમકી

એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં કેબિન ક્રૂની સાથે મુસાફરો દ્વારા કથિત રીતે મારપીટની ઘટના સામે આવી છે. દિલ્હીથી મુંબઇ જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેટલાક મુસાફરોએ વિમાનના કોકપિટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ક્રૂ સભ્ય સાથે અશ્લીલતા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો ઉઠાવ્યા બાદ ડીજીસીએએ નોટિસ લીધા બાદ કાર્યવાહી કરવાનો […]

Top Stories India

એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં કેબિન ક્રૂની સાથે મુસાફરો દ્વારા કથિત રીતે મારપીટની ઘટના સામે આવી છે. દિલ્હીથી મુંબઇ જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેટલાક મુસાફરોએ વિમાનના કોકપિટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ક્રૂ સભ્ય સાથે અશ્લીલતા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો ઉઠાવ્યા બાદ ડીજીસીએએ નોટિસ લીધા બાદ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે AI 865 ને ગુરુવારે 10.10 વાગ્યે ઉડાવવાની હતી. મુસાફરો 9.15 વાગ્યે વિમાનમાં સવાર થયા હતા. ટેકનીકલ ખામીને કારણે AI 865  ફ્લાઇટ ગુરુવારે મોડી પડી હતી. જે બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આખરે મુસાફરોને વિમાનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું.

જે બાદ મુસાફરો ગુસ્સે થયા અને કેટલાક મુસાફરોએ ફ્લાઇટની કોકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જ્યારે પાઇલોટે દરવાજો ન ખોલ્યો ત્યારે મુસાફરોએ દરવાજો તોડવાની ધમકી આપી હતી.આ ઘટનાને પગલે વિમાનને પાછા ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. આ ભારે હંગામાના કારણે ફ્લાઇટ 8 કલાક મોડી પડી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ હવે આ બાબતનું ધ્યાન લીધું છે. તેમણે એર ઇન્ડિયા મેનેજમેન્ટે માંગ કરી છે કે હંગામો મચાવનારા મુસાફરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

અધિકારીએ જણાવ્યું હતું કે એક મહિલા મુસાફરે કથિત રૂપે ક્રૂના સભ્યને મુક્કો માર્યો હતો અને તેનો હાથ પકડીને મુખ્ય એક્ઝિટ ગેટને તરત જ ખોલ્યો હતો. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે ક્રૂને આ કેસનો વિગતવાર અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. રિપોર્ટ મળતાં આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.