Ahmedabad News/ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદનો બદલાશે નકશો! જાણો AUDAના આ મોટા નિર્ણયો

Ahmedabad Development: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ વચ્ચે AUDAએ દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ અને નિધરાડ સહિતના વિસ્તારોમાં 4 નવી ટીપી સ્કીમ દ્વારા આશરે 500 હેક્ટરમાં આયોજનબદ્ધ શહેરીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Development: કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ બનશે વધુ આધુનિક!

Ahmedabad News: અમદાવાદ વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા શહેર અને તેની આસપાસના(Ahmedabad Development) વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. AUDAની 311મી બોર્ડ બેઠકમાં દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ અને નિધરાડ સહિતના વિસ્તારોમાં 4 નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નવી ટીપી સ્કીમો દ્વારા આશરે 500 હેક્ટર વિસ્તારમાં સુગ્રથિત અને આયોજનબદ્ધ શહેરીકરણ કરવામાં આવશે. નવા વિકસતા વિસ્તારોમાં શહેર જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ અને વધુ સારી કનેક્ટિવિટી ઊભી કરવાનો મુખ્ય હેતુ છે.

Ahmedabad Development: 14 ટીપી સ્કીમોને આખરી મંજૂરી માટે અનુમોદન

અમદાવાદની આસપાસ ઝડપથી વિકસી (500 Hectare Development) રહેલા સેટેલાઇટ વિસ્તારોના સુવ્યવસ્થિત વિકાસ માટે AUDA દ્વારા 14 ટીપી સ્કીમોને આખરી મંજૂરી માટે પરામર્શ અને અનુમોદન આપવામાં આવ્યું છે. આ સ્કીમો હેઠળ વિવિધ વિસ્તારોમાં રસ્તા, રિઝર્વેશન પ્લોટ અને અન્ય જાહેર સુવિધાઓ માટે આયોજન કરવામાં આવશે. આ નિર્ણયથી અમદાવાદની આસપાસના નવા વિકાસ વિસ્તારોમાં અનિયોજિત બાંધકામ અટકાવવા સાથે ભવિષ્યની વસ્તી અને માળખાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

Ahmedabad Development: કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ બનશે વધુ આધુનિક!

નિર્ણયનગર-ઘાટલોડિયા અને મેમનગરના 708 ફ્લેટનું રીડેવલપમેન્ટ

AUDAની બેઠકમાં શહેરના જર્જરિત અને સ્ટ્રક્ચરલી નબળા આવાસોના રીડેવલપમેન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. નિર્ણયનગર-ઘાટલોડિયાના નંદનવન આવાસના 624 ફ્લેટ અને મેમનગરની મહાત્મા ગાંધી વસાહતના 84 ફ્લેટ મળીને કુલ 708 ફ્લેટનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી જૂના અને નબળા આવાસોમાં રહેતા પરિવારો માટે વધુ સુરક્ષિત રહેણાંક વ્યવસ્થા ઊભી થવાની અપેક્ષા છે.

બોપલ, થલતેજ અને ચાંદખેડા સહિત 15 પ્લોટનું ઈ-ઓક્શન

વિકાસકાર્ય અને વાણિજ્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા AUDA દ્વારા બોપલ, થલતેજ, ચાંદખેડા અને ચાંદલોડિયા-ગોતા વિસ્તારોમાં આવેલા કુલ 15 પ્લોટનું ઈ-ઓક્શન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ-ઓક્શન દ્વારા પ્લોટોના વેચાણથી વિકાસ પ્રવૃત્તિઓને ગતિ મળશે અને નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટેની શક્યતાઓ પણ વધશે.

500 હેક્ટરના વિકાસથી વધશે કનેક્ટિવિટી અને સુવિધાઓ

દહેગામ, ગોધાવી, સાણંદ અને અન્ય વિકસતા વિસ્તારોમાં નવી ટીપી સ્કીમો અમલમાં આવતા નવા રસ્તાઓ, જાહેર સુવિધાઓ અને આયોજનબદ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. અમદાવાદને આગામી વર્ષોમાં વધુ આધુનિક અને આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ શહેર તરીકે વિકસાવવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે અને AUDAના આ નિર્ણયો શહેરની આસપાસના વિસ્તારોના આયોજનબદ્ધ શહેરીકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: વડોદરામાં બસ ડ્રાઇવરનું અપહરણ: મુસાફરો ભરવા બાબતે વિવાદ, જાનથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચો: 80મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતમાં દેશભક્તિનો જુસ્સો! CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીના પ્રેરક સંદેશ

આ પણ વાંચો: રાજ્યમાં ‘નેક્સ્ટ જનરેશન ચલણ’ સિસ્ટમ શરૂ, 75 દિવસમાં દંડ નહીં ભરો તો લાઇસન્સ-રજીસ્ટ્રેશન સેવાઓ બંધ