Samrat Choudhary: બિહારમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસ એન્કાઉન્ટરના મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સાંસદ સુધાકર સિંહે બિહાર સરકાર, મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) અને પોલીસની કાર્યવાહીને લઈને એક અત્યંત આકરો અને વિવાદાસ્પદ વળાંક આપનારો દાવો કર્યો છે. સુધાકર સિંહે જણાવ્યું હતું કે, “લાલુ યાદવ નાયક છે અને સમ્રાટ ચૌધરીની નજરમાં તેઓ એટલા માટે ખલનાયક છે, કારણ કે લાલુ યાદવે તેમનું એન્કાઉન્ટર ન કરાવ્યું. જો સમ્રાટ ચૌધરીનું એન્કાઉન્ટર થઈ ગયું હોત, તો તેઓ આજે બિહારના મુખ્યમંત્રી ન બન્યા હોત.”
Samrat Choudhary પર ગંભીર આરોપો અને STF સામે સવાલ
સાંસદ સુધાકર સિંહે આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) પર ભૂતકાળમાં હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. લાલુ પરિવાર અને યાદવ સમુદાય કેટલાક લોકોની નજરમાં એટલા માટે ખલનાયક છે કારણ કે તેમણે ક્યારેય કોઈનું એન્કાઉન્ટર કરાવ્યું નથી. બિહારમાં નવી સરકાર બન્યા પછી સતત નકલી એન્કાઉન્ટર થઈ રહ્યા હોવાનો દાવો કરતા તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસે એક એવા યુવકની હત્યા કરી દીધી જેનો કોઈ ગુનાહિત ઈતિહાસ પણ નહોતો. પટનાથી કુંદન કૃષ્ણને એસટીએફ (STF) મોકલીને તેની હત્યા કરાવી દીધી છે.
તપાસ આયોગને ગણાવ્યું નકલી,CMના પ્રવાસ પર કટાક્ષ
એન્કાઉન્ટર કેસની તપાસ માટે સરકાર દ્વારા રચાયેલા આયોગને સુધાકર સિંહે માત્ર એક “નકલી તપાસ આયોગ” ગણાવ્યું છે અને તેનાથી કોઈ ન્યાય નહીં મળે તેમ સ્પષ્ટ કર્યું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પોલીસ પોતે અપરાધીઓની(Samrat Choudhary) જેમ હત્યાઓ કરી રહી છે અને સરકાર અસલી દોષિતોના નામ છુપાવવા માંગે છે. મુખ્યમંત્રીના ભોજપુર અને બક્સર પ્રવાસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સીએમને ક્યાંય જવાની જરૂર નથી, તેઓ જ્યાં છે ત્યાંથી જ ન્યાય સુનિશ્ચિત કરે. આ ઉપરાંત, રાબડી આવાસ ખાલી કરાવવાના મુદ્દાને તેમણે જનતાનું ધ્યાન ભટકાવવાનું સરકારનું હથિયાર ગણાવ્યું હતું.
આ પણ વાંચો: “24 કલાકમાં સમ્રાટ ચૌધરીને ગોળી મારી દઈશ”, બિહારના CMને મળી જાનથી મારી નાખવાની ધમકી
આ પણ વાંચો: બિહારના CM સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકીઆપનાર આરોપી સાણંદથી ઝડપાયો
આ પણ વાંચો: શું નીતિશ કુમાર CM બનશે કે બિહારને આ વખતે નવો મુખ્યમંત્રી મળશે?

