Ahmedabad News/ બ્લડ પ્લાઝ્મા કૌભાંડ : મોટી બ્લડ બેંકોની સંડોવણીની શંકા

બ્લડ પ્લાઝ્મા (Blood Plasma) ભેળસેળ કૌભાંડ (Scam)માં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ નવા અને ચિંતાજનક ખુલાસાઓ સામે આવી રહ્યા છે

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા બહાર લાવવામાં આવેલા બ્લડ પ્લાઝ્મા (Blood Plasma) ભેળસેળ કૌભાંડ (Scam)માં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ નવા અને ચિંતાજનક ખુલાસાઓ સામે આવી રહ્યા છે

Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા બહાર લાવવામાં આવેલા બ્લડ પ્લાઝ્મા (Blood Plasma) ભેળસેળ કૌભાંડ (Scam)માં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ નવા અને ચિંતાજનક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી દિનેશ ચૌધરીને કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ પોલીસે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

બ્લડ પ્લાઝ્મા (Blood Plasma) ક્યાં-ક્યાં હોસ્પિટલોમાં પહોંચ્યો અને તેનો ઉપયોગ કેવી રીતે થયો તેની તપાસ ચાલુ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા છ મહિનામાં 114થી વધુ ડુપ્લિકેટ અથવા ભેળસેળયુક્ત પ્લાઝ્મા (Duplicate Plasma) યુનિટ બજારમાં સપ્લાય કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક યુનિટ આશરે પાંચ હજાર રૂપિયામાં વેચાતો હતો. આ પ્લાઝ્મા ક્યાં-ક્યાં હોસ્પિટલોમાં પહોંચ્યો અને તેનો ઉપયોગ કેવી રીતે થયો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

USFDAના રિજેક્ટ સેમ્પલથી ખુલ્યો ભાંડો

સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા અમદાવાદ સ્થિત એક ફાર્મા કંપનીના પ્લાઝ્મા સેમ્પલને મંજૂરી આપવામાં આવી નહોતી. વિદેશમાં નિકાસ માટે મોકલાયેલા સેમ્પલ નિષ્ફળ જતા સપ્લાય ચેઇનની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પ્લાઝ્મા સપ્લાય સાથે જોડાયેલા અનેક શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા.

મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા તપાસના તાર

તપાસ દરમિયાન મહારાષ્ટ્રની કેટલીક બ્લડ બેંકો (Blood Bank) સાથે સંકળાયેલા વ્યવહારો પણ સામે આવ્યા હોવાનું કહેવાય છે. આ મામલે ગુજરાત અને મહારાષ્ટ્રની એજન્સીઓ વચ્ચે સંકલન કરીને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સપ્લાય ચેઇનમાં સામેલ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં છે.

રાજ્યભરની બ્લડ બેંકો પર નજર

કૌભાંડ (Scam)સામે આવ્યા બાદ રાજ્યની આશરે 700 જેટલી બ્લડ બેંકોની કામગીરી અને SOPના પાલનની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્તરે ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવી શકાય.

દર્દીઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન

તપાસનો સૌથી સંવેદનશીલ મુદ્દો એ છે કે ભેળસેળયુક્ત અથવા ડુપ્લિકેટ પ્લાઝ્મા (Duplicate Plasma)કેટલા દર્દીઓ સુધી પહોંચ્યું અને તેના કારણે કોઈ આરોગ્ય સંબંધિત નુકસાન થયું છે કે નહીં. આ બાબતે અલગથી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ હાલમાં નાણાકીય વ્યવહારો, સપ્લાય ચેઇન અને સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ઓળખ કરવા માટે પુરાવા એકત્રિત કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે કૌભાંડમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : વર્ષો જૂના બ્લડ સ્કેન્ડલના અહેવાલ બાદ પીએમ ઋષિ સુનકે માંગી માફી

આ પણ વાંચો : રાંદેર વિસ્તારની સામાજિક સંસ્થા સિંધી હેલપિંગ હેન્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્લાઝમા કેમ્પનું આયોજન કરાયું હતું

આ પણ વાંચો : કોરોનાવાયરસ અંગે મોટો ખુલાસો: કોવિડ -19 દર્દીઓ પર પ્લાઝ્મા ટ્રાન્સફરની કોઈ અસર નહીં