Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.તેમણે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચનાનું આ પર્વ છે.
ભગવાન શ્રી મહાવીરના ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં આ પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો
આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ
