ગાંધીનગર/ રાજય માં આ વખતે જાન્યુઆરી ૨૦૨૨માં મહાત્મા મંદિરમાં ૧૦મી ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે

જેમાં ગુજરાતમાં ૨૦૨૧માં મુલતવી રહેલી ૧૦મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે

Gujarat Others
Untitled 118 રાજય માં આ વખતે જાન્યુઆરી ૨૦૨૨માં મહાત્મા મંદિરમાં ૧૦મી ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે

    રાજય માં આ વખતે કોરોના ની બીજી લહેર ખુબ જ ભયાનક હતી  જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા  . કોરોના ના લીધે છેલ્લા ૨ વર્ષથી એક પણ તહેવાર કે જાહેર મેળવડા પર પર્તિબંધ કરવામાં આવ્યો હતો . હવે જયારે કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણો હળવા  કરવામાં આવી રહ્યા છે .   રાજય માં  હવે ચૂંટણી આવતી હોવાથી આ સમિટ માટેની તૈયારી ચાલી રહી છે,  તેમજ આ ડિલિગેશનો દેશ અને વિદેશમાં જશે તેવું પણ  જાણવા મળી રહ્યું છે .

જેમાં ગુજરાતમાં ૨૦૨૧માં મુલતવી રહેલી ૧૦મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાયના ઉધોગ અને તેને સંલ વિભાગો જેવાં કે ઇન્ડેટ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગો માટે ની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે .

રાજ્યમાં ૨૦૦૩થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ નવ વખત થઇ છે. ગયા વર્ષે આ સમિટ યોજવાની થતી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં સમિટ યોજવામાં આવશે. ઉધોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ઓગષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર નિર્ણય લેશે.

આ સમિટના ભાગપે દેશના મુખ્ય ઔધોગિક તેમજ વાણિિયક રીતે વિકસિત કેન્દ્રોમાંથી મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે.