ગુજરાત/ પેપર લીક મુદ્દે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અને પાટીદાર અગ્રણી અને AAPના નેતા મહેશ સવાણી છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે. 

Top Stories Gujarat
ગ 2 પેપર લીક મુદ્દે ઉપવાસ પર બેઠેલા મહેશ સવાણીની તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભરતી બોર્ડના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવવાની માંગણી કરવામાં આવી છે. અને આ માંગણીને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રવીણ રામ, ઈશુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ કમલમ કાર્યાલય પર વિરોધ નોંધાવ્યો હતો. અને ત્યારબાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે ભાજપની મહિલા નેતાઓએ ઈશુદાન પર દારૂ પીને મહિલાઓની છેડતીના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને જામીન મળે તે હેતુથી આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અને પાટીદાર અગ્રણી અને AAPના નેતા મહેશ સવાણી છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે.  ઉપવાસ પર બેઠેલા AAP નેતામાના એક મહેશ સવાણીની તબિયત અચાનક લથડતા તેમણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે હાલમાં આપના ધરપકડ કરવામાં આવેલા નેતાઓ હજુ પણ જમીન મળ્યા નથી.

મહેશ સવાણીની તબિયત લથડતા તેમને સારવાર માટે 108ની મદદથી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહેશ સવાણી આમરણાંત ઉપવાસ પર હોવાના કારણે તેમનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે તેમનું ચેકઅપ કરતા તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. મહેશ સવાણીનું બ્લડ પ્રેસર લો હોવાનું જાણવા માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓની મુલાકાત માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે,  ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ગોટાળાનો અડ્ડો બની ગયુ છે. સંવિધાનના પગથીયે સત્તામાં બેસેલા લોકો સત્તાના દુરુપયોગથી વ્હાલા દવલાની વ્યવસ્થા પેદા કરી રહયા છે. પરિણામે ગુજરાતના લાખો યુવાનો કરોડો રૂપિયા ખર્ચીને ભણીને નોકરી મેળવવા માટે દર-દર ભટકવું પડી રહ્યું છે. નરેન્દ્ર મોદીના આધુનિક ભારતમાં નોકરી છીનવાઈ રહી છે, ફેક્ટરી બંધ થઇ રહી છે, ધંધા રોજગાર ભાંગીને ભુક્કો થઇ ગયા છે, બેરોજગારી ભરડો લઈ રહી છે, મોંઘવારી સતત વધી રહી છે. આર્થિક સંકડામણના કારણે ભારતના ભવિષ્ય સમાન કેટલાય બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડે તેવું સ્થિતિ ગુજરાતની થઇ ગઈ છે.

 

ગુજરાત / ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?