બેદરકારી/ સુરતમાં જનતા દ્વારા કોરોનાને આમંત્રણ, શહેરનાં શાક માર્કેટમાં લોકોની જોવા મળી ભારે ભીડ

સુરત શહેર જ્યા થોડા દિવસો પહેલા કહેવાતુ હતુ કે આ સિટી કોરોનાને માત આપી રહી છે, ત્યા હવે સ્થિતિ વિપરિત થઇ રહી છે. લોકો આજે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનુ ટાળી રહ્યા છે.

Top Stories Gujarat Surat
સુરત શાકમાર્કેટ
  • સુરતની શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ
  • કોવિડ 19ની ગાઈડ લાઈનના ધજાગરા
  • માસ્ક વગર ફરતા લોકો નજરે પડ્યા
  • APMCની બહાર શાક માર્કેટમાં ઉમટી ભીડ
  • માસ્ક અને સો.ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

રાજ્યમાં સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે જનતા માટે હવે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ શું લોકો સાવચેતી રાખી રહ્યા છે ખરા? જવાબ મળશે ના. જી હા, ડાયમંડ સિટી સુરતમાં કઇંક એવો જ નજારો જોવા મળ્યો જે કહી રહ્યુ છે કે હવે કોરોના આવશે નહી જનતા જ બોલાવશે.

11 2021 12 28T095456.973 સુરતમાં જનતા દ્વારા કોરોનાને આમંત્રણ, શહેરનાં શાક માર્કેટમાં લોકોની જોવા મળી ભારે ભીડ

આ પણ વાંચો – કોરોના / હવે 15 વર્ષથી ઉપરના વયજૂથ માટે માત્ર કોવેક્સિન જ લાગશે, જાણો સરકારની નવી ગાઇડલાઇન…

આપને જણાવી દઇએ કે, સુરત શહેર જ્યા થોડા દિવસો પહેલા કહેવાતુ હતુ કે આ સિટી કોરોનાને માત આપી રહી છે, ત્યા હવે સ્થિતિ વિપરિત થઇ રહી છે. લોકો આજે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનુ ટાળી રહ્યા છે. તાજેતરમાં સુરત શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહી લોકો ખુલ્લેઆમ કોવિડ ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહી લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. તેટલુ જ નહી અહી લોકોએ સોશિયલ ડિસ્ટન્સનાં પણ ધજાગરા ઉડાવ્યા હતા. એક તરફ રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે રાજ્યમાં જનતા દ્વારા કોરોના ગાઇડ લાઇનની અવગણના આવનારા સમયમાં કેટલી ભારે પડી શકે છે તે કહેવાની પણ જરૂર નથી. આપણે આ પહેલા રાજ્યમાં કોરોનાની બીજી લહેર નજીકથી જોઇ છે ત્યારે હવે લોકો એકવાર ફરી તે જ ભૂલ કરી રહ્યા છે જે બીજી લહેર પહેલા તેમના જ દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે હવે સરકાર આ અંગે વધુ કડક પગલા ભરે તેવી પૂરી સંભાવનાઓ છે.

સુરત શાકમાર્કેટ

આ પણ વાંચો – કોરોના / હવે 15 વર્ષથી ઉપરના વયજૂથ માટે માત્ર કોવેક્સિન જ લાગશે, જાણો સરકારની નવી ગાઇડલાઇન…

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસ અને આ વાયરસનો નવો વેરિઅન્ટ પણ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે સાવધાની અને સતર્કતા જ લોકોની મદદ કરી શકે છે. પરંતુ આજે પણ ઘણા લોકો આ વાયરસનાં ગંભીર પરિણામને સ્વીકારવા માંગતા નથી. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સોમવારે કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો. રાજ્યમાં સોમવારે 6 મહિના બાદ ફરી એકવાર કોરોનાએ  બેવડી સદી નોંધાવી. તો અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો જવાળામુખી ફટવા જઈ રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં સોમવારે કોરોનાનાં  કુલ 204 કેસ નોંધાય હતા.  જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધારે છે. કેસ વધવાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…