પ્રહાર/ કચ્છ જિલ્લાને નર્મદાના પાણીથી વંચિત રાખવા માટે અર્બન નકસલીઓ ઘણા પ્રયાસ કર્યા હતા: CM ભૂપેન્દ્ર પટેલ

મેમોરિયલમાં એવા લોકોના નામ છે કે જેમણે ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  અર્બન નકસલીઓ પર આકરા પ્રહાર કર્યા હતા

Top Stories Gujarat
20 2 કચ્છ જિલ્લાને નર્મદાના પાણીથી વંચિત રાખવા માટે અર્બન નકસલીઓ ઘણા પ્રયાસ કર્યા હતા: CM ભૂપેન્દ્ર પટેલ

 

ગુજરાત પ્રવાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસે છે.પ્રધાનમંત્રી ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરી દીધું છે.સ્મૃતિ વન એ પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરાયેલ પહેલ છે.2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોના મૃત્યુ બાદ લોકો દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિતિ-સ્થાપકતાની ભાવનાની ઉજવણી કરવા માટે તે લગભગ 470 એકરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.મેમોરિયલમાં એવા લોકોના નામ છે કે જેમણે ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  અર્બન નકસલીઓ પર કર્યા આકરા પ્રહાર.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણે એ પણ યાદ કરવું પડશે કે એવા શહેરી નક્સલીઓ કોણ હતા જેમણે વર્ષો સુધી કચ્છને નર્મદાના પાણીથી વંચિત રાખવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેમાંથી એક નામ મેધા પાટકર છે. આપણે બધા જાણીએ છીએ કે તેઓ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે અને તેમને સંસદની ચૂંટણીમાં કોણે ટિકિટ આપી હતી,પાંચ દાયચાથી કચ્છને પાણીથી વંચિત રાખ્યા, કચ્છના વિકાસ માટે આ નકસલીઓએ ઘણા રોડા નાંખ્યા હતા, આપણે જાણીએ છે કે કઇ પાર્ટીએ પાંચ દાયકા સુધી કચ્છને પાણીથી વંચિત રાખ્યું એ બધા જાણે છે.