વિસ્ફોટ/ ભારે સુરક્ષા વચ્ચે નોઇડાના ટ્વિન ટાવર જમીનદોસ્ત

નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવી છે . આંખના પલકારામાં 3700 કિલો ગનપાઉડર સાથે આ ઇમારત જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

Top Stories India
22 4 ભારે સુરક્ષા વચ્ચે નોઇડાના ટ્વિન ટાવર જમીનદોસ્ત

નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવી છે . આંખના પલકારામાં 3700 કિલો ગનપાઉડર સાથે આ ઇમારત જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ પહેલા સાયરન પણ વગાડવામાં આવી હતી,ઇમારતને તોડી પાડવા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પાંચ હજાર લોકોને સ્થળાતંર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે  આ માટે ઈમારતોમાં 9,640 છિદ્રો બનાવીને આ ગનપાઉડર ભરવામાં આવ્યો હતો. સુપરટેક ટ્વીન ટાવર્સના ડિમોલિશનનો ખર્ચ અંદાજે રૂ. 17.55 કરોડ હોવાનું જાણવા મળીયું હતું. ટાવર તોડી પાડવાનો આ ખર્ચ પણ બિલ્ડર કંપની સુપરટેક ઉઠાવશે. આ બે ટાવરમાં કુલ 950 ફ્લેટ બનાવવામાં આવ્યા છે અને તેને બનાવવા માટે સુપરટેકે 200 થી 300 કરોડનો ખર્ચ કર્યો હતો. ટ્વીન ટાવરને તોડી પાડવાનો સમય આવી ગયો છે. થોડા સમય બાદ આ ઈમારતોને તોડી પાડવામાં આવશે. બ્લાસ્ટ પહેલા સાયરન વગાડવામાં આવશે બટન દબાવતાની સાથે જ 9-12 સેકન્ડમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર અંતિમ પાલન કરવામાં આવશે.