ઉના/ ખેડૂતો બેરોજગારો યુવાનો શિક્ષણ આરોગ્ય જેવા પ્રશ્નો ઉના ખાતે મળેલ જનચેતના સંમેલનમાં ઉઠ્યા..

જનચેતના સંમેલનમાં તાલાળાના ધારાસભ્ય ભગાભાઇ બારડને વાકું પડતા નેતાઓ દોડતા થયા.

Gujarat
Untitled 81 8 ખેડૂતો બેરોજગારો યુવાનો શિક્ષણ આરોગ્ય જેવા પ્રશ્નો ઉના ખાતે મળેલ જનચેતના સંમેલનમાં ઉઠ્યા..

ભાજપના ૨૭ વર્ષના શાસન દરમ્યાન મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રજાહિતની કામગીરી કરવા તદન નિષ્ફળ જતા આખી સરકાર અને તેના મંત્રીઓની બદલી કરી પ્રજાને છેતરવા ૨૦૨૨ની ચુંટણી લડવા રણનિતી અપનાવે છે. તેની સામે કોંગ્રેસ પ્રજાકિય હિત અને લોકોની સુખાકારી માટે સંઘર્ષની લડાઇ લડવા અને ભાજપના ભ્રષ્ટાચાર અત્યાચાર અને લોકોની સમસ્યાને દબાવી દેવાની નિતીરીતીને ખુલ્લી પાડવા લડશે મરશે અને ખંભા પણ લોહીલોહાણ કરશે. તેવી ટકોર સાથે જનચેતના સંમેલન ઉના ખાતે મળેલ તેમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે હાકલ કરી કોગ્રેસના કાર્યકરોમાં સંકલ્પ લીધો હતો.

ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રઘુનાથ શર્માએ પોતાના આ જનચેતના કાર્યક્રમમાં આવતા પોલીસે વિડીયો ઉતારેલ તેની છણાવટ કરતા જણાવેલકે ગુજરાત પોલીસ કોંગ્રેસના નેતાઓ પાછળ રહેવા કરતા ગુજરાતમાં ચલતી ગુંડાગીરી, ડ્રગ્સ માફિયાઓ સામે કાયદો ઉઠાવી જનતાની સુરક્ષા પાછળ રહે અને શાનમાં સમજવાનો પ્રયત્ન કરે ગુજરાત કોંગ્રેસ યુવાનેતા હાર્દિક પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા તેમજ હર્ષદરીબડીયા, અમરીશભાઇ ડેર, સહીતના ધારાસભ્યએ ગુજરાત સરકારની કામગીરી અને ખેડૂત વિરોધી નિતી યુવાનો સાથે થતી છેતરપીંડી નોકરીઓ નામે પેપર ફોડવાની થતી પ્રવૃતિ સામે જનતા અવાજ ઉઠાવે તેમજ આગામી ચુંટણીઓમાં ભાજપને જાકારો આપે તેવી ટકોર કરી પ્રજાના પ્રશ્નો કોંગ્રેસનો દરેક કાર્યકર લડવા જોમજુસ્સા સાથે પ્રજા વચ્ચે રહી કામગીરી કરે તેવી હાકલ કરેલ હતી.

ઉના ખાતે આવેલ પટેલ બોડીંગમાં મળેલ વિશાળ કોંગ્રેસ જનચેતના સંમેલનમાં આગામી ચુંટણીમાં કોગ્રેસની નિતી અને આયોજન અંગે જાણકારી આપેલ અને દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારની મતદાર યાદી ચેક કરે તેમાં રહેલા ભાજપના બોગસ મતદારોને શોધી કાઢી કોંગ્રેસનના મતદારોની ઓળખ કરી ઘરે ઘરે કોંગ્રેસની રાજનિતી અંગે અને લોકોની સમસ્યા હલ કરવા માટે સંગઠન મજબુત બનાવવા પણ આહવાન કરાયેલ હતું. આ તકે તાજેતરની પંચાયતની ચુંટણીમાં વિજેતા બનેલા ગ્રામિણ વિસ્તારના સરપંચો સભ્યોને આવકારેલ હતા. અને પ્રદેશનેતાઓનું આભિવાદન કરાયેલ હતું.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુજી શર્મા, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાબુભાલ વાજા, ભીખાભાઇ જોષી, ભગાભાઇ બારડ, મોહનભાઇ વાળા,વિમલભાઇ ચુંડાસમા, અમરીશભાઇ ડેર, હર્ષદભાઇ રીબડીયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા, નુસરતભાઇ વંજા, ચંદ્રીકાબેન ચુંડાસમા જીલ્લા કોગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહીલ સહીત કોગ્રેસના જુનાગઢ ગીરસોમનાથનના મુખ્ય અગ્રણી આગેવાનો અને સંગઠનના વિવિધ પાંખનાન પદાધિકારી ઉપસ્થિતી રહેલ વિશાળ સંખ્યામાં આ સંમેલનમાં કોગ્રેસના ગ્રામિણક્ષેત્ર માંથી લોકો ઉમટી પડ્યા હતા.