PM Modi/ PM મોદીનો આજે ‘મન કી બાત રેડિયો’ વાર્તાલાપ,કૃષિ કાયદા સહિતના મુદ્દાઓ પર વાતચીત 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીએ રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાતચીત કરશે. વડા પ્રધાન મોદીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે રાષ્ટ્રીય પાટનગર

Top Stories India
1

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીએ રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાતચીત કરશે. વડા પ્રધાન મોદીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન ગરમ છે. એટલું જ નહીં દેશનું બજેટ સોમવારે એટલે કે એક દિવસ પછી સંસદમાં રજૂ થવાનું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ કૃષિ કાયદા સહિતના અન્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે.

Vaccine / રાજ્યમાં કોવિડ-19 ની રસી સાથે પોલિયોની રસીની કામગીરીનો કરાશે પ્રારંભ

આ કાર્યક્રમમાં વડા પ્રધાન કોવિડ -19 રસીકરણ અંગે પણ બોલી શકે છે. સવારે 11 વાગ્યે વડા પ્રધાનના સંવાદનો પ્રારંભ થશે. તમે વડા પ્રધાન મોદીના ટ્વિટર પેજ અને ભાજપના ટ્વિટર અને ફેસબુક પેજ પર પણ આ સાંભળી શકો છો. એઆઈઆર, ડીડી અને નરેન્દ્ર મોદી એપ પર પણ તેનું પ્રસારણ કરવામાં આવશે. મોબાઇલ પ્રોગ્રામ પર આ પ્રોગ્રામ સાંભળવા માટે, 1922 નંબર પર મિસ્ડ કલ કરી શકાય છે.

Covid-19 / રાજ્યમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…