Not Set/ સરકાર દ્વારા બિન-સચિવાલય ક્લાર્કની રદ્દ પરીક્ષા મામલે કરાઇ આવી મોટી જાહેરાત

બિન-સચિવાલય ક્લાર્કની રદ્દ થયેલી પરીક્ષા  મામલે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ છે પરીક્ષાની નવી તારીખો તો સાથે સાથે ખુબ વિવાદ અને વિરોધ જાગેલો મુદ્દો એટલે પરીક્ષાથીની શૈક્ષણીક લાયકાત મામલે પણ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. જેનો લાભ લગભગ ગુજરાતનાં 10 લાખ […]

Top Stories Gujarat
nitin patel સરકાર દ્વારા બિન-સચિવાલય ક્લાર્કની રદ્દ પરીક્ષા મામલે કરાઇ આવી મોટી જાહેરાત

બિન-સચિવાલય ક્લાર્કની રદ્દ થયેલી પરીક્ષા  મામલે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ છે પરીક્ષાની નવી તારીખો તો સાથે સાથે ખુબ વિવાદ અને વિરોધ જાગેલો મુદ્દો એટલે પરીક્ષાથીની શૈક્ષણીક લાયકાત મામલે પણ સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. જેનો લાભ લગભગ ગુજરાતનાં 10 લાખ 45 હજાર વિદ્યાર્થીઓને મળશે .

ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સંવેદનાને માન આપી લોકહિત માટે સરકાર દ્વારા આ મામલે ત્વરિત નિર્ણયો લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર બિલકુલ જડ નથી અને પૂર્ણત: ચેતનવંતી છે તેનો વધુ એક પુરાવો  આપતા  બિન-સચિવાલય ક્લાર્કની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા તારીખ 17/11/2019ના રોજ લેવાની જાહેરાત આજે થઈ છે. અને હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે, તેવી જોગવાઈ રખાઈ છે. આ નિર્ણયની જાહેરાત થતા જ નોકરીના ઉમેદવારોમાં આનંદ પ્રસરી ગયો છે.

પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચાતા ફરી વખત પુરવાર થયું છે કે, ગુજરાતની ગતિશીલ અને સંવેદનશીલ સરકાર લોકોની લાગણી, તેમની જરૂરિયાતો અને યુવાવર્ગની આવશ્યકતાઓ સુપેરે સમજે છે, એ મુજબ જ નિર્ણયો લે છે. આ નિર્ણય CM રૂપાણી સરકારના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કરવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.