Not Set/ મેલેનીયા ટ્રમ્પ : ટ્રમ્પના અફેરની અફવાહ સાંભળવા કરતા મારી સાથે બીજા ઘણા જરૂરી કામ છે

ન્યુયોર્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનીયા ટ્રમ્પે હાલમાં જ મીટુ કેમ્પેઈન પર પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આરોપ લગાવનારે યોગ્ય પુરાવા આપવા પડશે તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે મી ટુ કેમ્પેઈનની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે મીડિયા કેટલાક નિયમોના લીધે હું ચુપ છુ. અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પે હાલમાં […]

Top Stories World Trending
err મેલેનીયા ટ્રમ્પ : ટ્રમ્પના અફેરની અફવાહ સાંભળવા કરતા મારી સાથે બીજા ઘણા જરૂરી કામ છે

ન્યુયોર્ક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનીયા ટ્રમ્પે હાલમાં જ મીટુ કેમ્પેઈન પર પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આરોપ લગાવનારે યોગ્ય પુરાવા આપવા પડશે તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે મી ટુ કેમ્પેઈનની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે મીડિયા કેટલાક નિયમોના લીધે હું ચુપ છુ.

અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પે હાલમાં જ  તેના પતિ વિશે  મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પના અફેરની અફવાહથી તેમને કોઈ ફરક નથી પડતો. તે આ બધી અફવાહ પર ધ્યાન નથી આપતા તેમના જોડે વિચારવા માટે બીજા ઘણા જરૂરી કામ છે. આ નિવેદન ટ્રમ્પ પર એક પોર્ન સ્ટારના ગંભીર આરોપ બાદ મેલેનીયાએ આપ્યું હતું.

ન્યુઝ ચેનલના ઇન્ટરવ્યુ દરમ્યાન મેલેનીયા ટ્રમ્પે કહ્યું હતું કે હું એ વાતનો ઇન્કાર નથી કરતી કે મારા પતિના કોઈ અફેર નથી ભૂતકાળમાં તેમના ઘણા અફેર રહ્યા છે. પરંતુ મને  આ  બધી વાતથી કોઈ ફર્ક નથી પડતો. હું એક માતા છુ અને પ્રથમ મહિલા પણ. મારી જોડે વિચારવા અને કરવા માટે બીજા ઘણા જરૂરી કામ છે.

આ ઈન્ટરવ્યું શુક્રવારે લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફર્સ્ટ લેડીને પૂછવામાં આવ્યું હતું કે આવા પ્રશ્નના લીધે સામાન્ય પત્નીઓની જેમ શું તેમની જિંદગી પર પણ કોઈ અસર થાય છે કે નહી. મેલેનીયાએ કહ્યું હતું કે આ કોઈ મોટી વાત નથી હું જાણું છુ કે મીડિયા મારા લગ્નને લઈને નવા તુક્કા લગાવે છે. હું તે તમામ બાબતોને નજરઅંદાજ તો નથી કરી શક્તિ પણ મને ખબર છે કે શું સાચું છે અને શું ખોટું.

મેલેનીયા ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે હું આજે પણ ટ્રમ્પને પહેલા જેટલો જ પ્રેમ કરું છુ. અમારી વચ્ચે બધું  બરાબર ચાલી રહ્યું છે. હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે તે મીડિયાએ ચલાવી છે. મીડિયા દ્વારા કહેવામાં આવતી તમામ બાબતો જરૂરી નથી કે સાચી જ હોય.