Ahmedabad/ એરપોર્ટ પાસેથી ઇન્ડિકા કારમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો

પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારી હતી. તે જ સમયે ત્યાંથી ઇન્ડિકા ગાડી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાહન ચાલકે રોકવાની જગ્યાએ ગાડી દોડાવી હતી.

Ahmedabad Gujarat
a 301 એરપોર્ટ પાસેથી ઇન્ડિકા કારમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ- અમદાવાદ 

અમદાવાદના કોતરપુર વોટર વર્ક્સ પાસે મોડી સાંજે જયારે એરપોર્ટ પોલીસ વાહન ચેકીંગ કરી હતી. ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે જીજે 02 એપી 6446 નંબરની ઇન્ડિકા ગાડીમાં દારૂની ખેપ લાગી રહી છે. અને તે ઇન્દ્રિરા બ્રિજ થી કોતરપુર વોટર વર્કસ તરફ જવાની છે.

પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારી હતી. તે જ સમયે ત્યાંથી ઇન્ડિકા ગાડી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વાહન ચાલકે રોકવાની જગ્યાએ ગાડી દોડાવી હતી. પોલીસે પીસીઆર વેન મારફતે તે ગાડીનો પીછો કરતા કોતર પૂર વૉટર વર્ક્સ પાસેના બાવળાના ઝાડમાં ગાડી અથડાયેલી હાલતમાં જોવા મળી હતી. તે ગાડીને પોલીસે ચેક કરતા તેમાંથી ઓફિસર ચોઈસ બ્રાન્ડના 770 નંગ કવોટર તથા બીયરના 72 નંગ તેમજ ગાડી ની કિંમત સહિત કુલ 3 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.

ગાડી કોની છે ? અને તેનો ચાલક કોણ હતો ? દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો? તેની તપાસ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રમેશ પાંડવ અને તેમની ટીમે શરુ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો