અમદાવાદ/ ગેરકાયદેસર હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ, નિવૃત્ત જવાન સહિત 2ની ધરપકડ

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આરોપીઓ પાસેથી 10 રિવોલ્વર, 1 પિસ્તોલ, 142 કારતૂસ અને લાયસન્સ મળી આવ્યા છે 

Top Stories Ahmedabad Gujarat
Illegal arms smuggling network busted

ગુજરાતમાં હથિયારોની દાણચોરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં જમ્મુ-કાશ્મીરમાંથી હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ મામલામાં આસામ રાઈફલ્સના એક નિવૃત્ત જવાન સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત જવાન પ્રતીક ચૌધરી જમ્મુથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચતો હતો. તેણે છેલ્લા પાંચ મહિનામાં 10થી વધુ હથિયાર વેચ્યાની કબૂલાત કરી છે. નિવૃત્ત જવાન પ્રતીકે જમ્મુથી 4 લાખ રૂપિયામાં હથિયાર લાવીને 12થી 16 લાખ રૂપિયામાં વેચ્યા છે. તેની સાથે ઝડપાયેલો આરોપી બિપીન ગ્રાહકોને હથિયાર ખરીદવા માટે લાવતો હતો. નિવૃત્ત જવાન પ્રતીક ચૌધરી અગાઉ આસામ રાઈફલ્સમાં ફરજ બજાવી ચૂક્યા છે.

આરોપીઓ કમિશન તરીકે 4 લાખ રૂપિયા લેતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, સોલા પોલીસે અમદાવાદમાં જમ્મુ-કાશ્મીરના નિવૃત આર્મી જવાનના લાયસન્સ પર પિસ્તોલ અને રિવોલ્વર ખરીદવા અને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ કમિશન તરીકે 4 લાખ રૂપિયા લેતા હતા. બાતમી આધારે પોલીસે ઓગંજ સર્કલ પાસેથી પસાર થતા પ્રતિક ઇશ્વરભાઇ ચૌધરીને પકડી લીધો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને તેની પાસે હથિયારનું લાઇસન્સ ન હોવાથી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે અનેક ખુલાસા કર્યા છે. તે આસામમાં સેનામાં ફરજ બજાવતો હતો. ત્યારે રસપાલકુમાર ફૌજી તેમની સાથે કામ કરતા હતા. નિવૃત્તિ બાદ બંને જમ્મુ-કાશ્મીરમાં ગન હાઉસના માલિક મહિન્દર કોટવાલ પાસેથી હથિયાર લાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10 રિવોલ્વર, 1 પિસ્તોલ, 142 કારતૂસ અને લાઇસન્સ જપ્ત કર્યા છે.

ફરાર આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરવામાં આવશે

રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારોના ગેરકાયદે વેચાણના ગુનાની તપાસમાં હકીકત સામે આવી હતી કે આ હથિયારો સાત લાખથી લઈને 25 લાખમાં વેચાયા હતા. જેમાં ખરીદનાર ભાવેશ ટેવાણી, અનિલ વાઘેલા, નબી જાદવ, નવસાદભાઈ મલેક, સચિન ઠાકોર અને સુભાષજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. J&K ગેરકાયદેસર હથિયારોના વેચાણનું AP હબ હોવાથી, સોલા પોલીસની એક ટીમ તપાસ માટે J&K જશે. કાશ્મીર ગયા બાદ જે કલેક્ટરનાં નામ અને સિક્કા પર સહી કરવામાં આવી હતી તેની પૂછપરછ કરવામાં આવશે અને ફરાર આરોપીઓ રસપાલ ફોજી અને મહિન્દર કોટવાલની ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવશે.

ત્રણ આરોપીઓને નવ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા

DCP ઝોન 1 લવિના સિન્હાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં હકીકત બહાર આવી છે કે ગુનામાં આરોપી જતીન પટેલ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને નિવૃત્ત સૈન્ય કર્મચારીઓનું એક જૂથ ચલાવતો હતો જેઓ નિવૃત્ત અધિકારીઓના લાયસન્સ રિન્યુ કરાવતા હતા. નિવૃત્ત સૈનિકો કે જેમની પાસે માત્ર એક જ હથિયાર હતું તેઓ તેમના નામે બીજું હથિયાર મેળવતા અને તે લાયસન્સનો ઉપયોગ કરીને નવા હથિયારનું ડુપ્લીકેટ લાઇસન્સ બનાવીને વેચતા. જે ગુનામાં પોલીસે તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજુ કરી ત્રણેય આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો:Suicide/મહેમદાવાદમાં ચકચારઃ હિન્દુ પરીણિત મહિલાનો વિધર્મી યુવકથી કંટાળી આપઘાત

આ પણ વાંચો:Tapi Accident/તાપીમાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માતઃ બેના મોત

આ પણ વાંચો:Banaskantha Accident/બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા